Skip to main content
Settings Settings for Dark

2023ની તીરંદાજી વિશ્વકપ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ કમ્પાઉન્ડ ટીમની ફાઇનલમાં સ્થાન મેળવ્યું

Live TV

X
  • 2023ની તીરંદાજી વિશ્વકપ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ બે વધારે ચંદ્રકો મેળવીને કમ્પાઉન્ડ ટીમની ફાઇનલમાં સ્થાન મેળવ્યું

    2023ની તીરંદાજી વિશ્વકપ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ બે વધારે ચંદ્રકો મેળવીને કમ્પાઉન્ડ ટીમની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સ્પર્ધાના ચોથા રાઉન્ડમાં કોરિયા અને ડેન્માર્ક આ સપ્તાહના સૌપ્રથમ ચંદ્રક વિજેતા બન્યા છે. ભારતના ઓજસ દેવતાલે ટાઇ બ્રેકરથી સેમીફાઇનલ જીતી લીધી અને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. 19મી ઓગસ્ટે રમાનારી ફાઇનલમાં પ્રથમેશ સમાધાન જાવકર અને અભિષેક વર્મા ઓજસ દેવતાલ સાથે રમશે.

    ઓજસ દેવતાલેના શાનદાર પ્રદર્શને કારણે કોરિયા સામે જીત મેળવી છે. આ મેચમાં ભારત અને દક્ષિક કોરિયનો સ્કોર 235-235ની બરાબરી પર હતો. પછી શૂટ-આઉટ પણ 30-30ની બરાબરી પર હતો, પરંતુ ઓજસનો અંતિમ શોટ કોરિયનના 10 પોઈન્ટ કરતાં વધુ સચોટ હોવાના કારણે ભારતનો વિજય થયો. જ્યારે મહિલાઓએ બ્રિટનને 234-233થી હરાવ્યું હતું. મહિલા ટીમ ફાઇનલમાં મેક્સિકો સામે ટકરાશે. ભારતીય પુરુષ ટીમમાં ઓજસ ઉપરાંત પ્રથમેશ જાવકર અને અભિષેક વર્માનો સમાવેશ થાય છે. જ્યારે મહીલા ટીમમાં જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પ્રનીત કૌરનો સમાવેશ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply