27 વર્ષ બાદ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચ્યું ઈંગ્લેન્ડ
Live TV
-
ઈંગ્લેન્ડ 27 વર્ષ બાદ વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પહોંચ્યું છે. ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 119 રનથી હરાવી 27 વર્ષ બાદ ક્રિકેટ વર્લ્ડ કપના સેમીફાઈનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઈંગ્લેન્ડે છેલ્લે 1992 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પહોંચવાના ઉદ્દેશ્યને લઈને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. જૉની બેયરસ્ટો અને જેસન રૉયે ઝડપી રન બનાવવાની શરૂઆત કરી હતી. બંનેની ભાગીદારીએ ટીમને 123 રન આપ્યા હતા. અંતિમ 2 ઑવરમાં આદિલ રાશિદની ઝડપી બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે 50 ઑવરમાં 8 વિકેટ પર 305 રન બનાવ્યા હતા.
