વિંબલડન: શારાપોવા, મુગુરુજા પ્રથમ રાઉન્ડમાં જ બહાર
Live TV
-
વિંબલડનમાં મોટા ફેરફાર થયા છે..મહિલા સિંગલ્સમાં રશિયાના સ્ટાર ખેલાડી મારિયા શારાપોવા અને ગર્બાઈન મુગુરુજા પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગયા છે. રોજર ફેડરર આકરા સંઘર્ષ પછી બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. રાફેલ નડાલ બીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યા છે, જ્યારે દુનિયાના ચોથા નંબરના ખેલાડી ડોમિનિક થીમ પણ પોતાના પ્રથમ તબક્કામાં જ હાર્યા છે
આઠ વખત ચેમ્પિયન રહેલા સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરરને વિંબલડનના બીજા ચરણમાં પહોંચ્યા પછી આકરી મહેનત કરવી પડી. 86મી રેન્કિંગવાળા દક્ષિણ આફ્રિકાના લોયડ ફેરિસને ફેડરર એ 3-6, 6-1, 6-2, 6-2 થી હરાવ્યા. સ્પેનના રાફેલ નડાલે જાપાનના યુચિ સુગિતાને 6-3, 6-1, 6-3 થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે..ત્યારે દુનિયાના ચોથા નંબરના ખેલાડી ડોમિનિક થીમને પ્રથમ રાઉન્ડમાં જ હારનો સામનો કરવો પડ્યો છે..
