ભારત સામે 28 રનથી બાંગ્લાદેશની હાર
Live TV
-
વિશ્વકપની સેમિફાઈનલમાં ભારતનું સ્થાન નિશ્ચિત
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વકપની સેમિફાઈનલમાં સ્થાન પાક્કું કર્યું છે. ગઈકાલે રમાયેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 28 રને હરાવ્યું હતું. વિશ્વકપની આ મેચમાં ચોથી સદી ફટકારનાર રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કર્યા હતા. વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. રોહિત શર્મા અને લોકેશ રાહુલે સારી શરૂઆત કરી હતી. રોહિત શર્માએ 104 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે લોકેશ રાહુલે 77 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે વિરાટ 26 જ્યારે હાર્દિક સસ્તામાં આઉટ થયો હતો. ભારતે 50 ઓવરમાં નવ વિકેટે 314 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. તમામ ઈકબાલ 22 રને આઉટ થયો હતો. જ્યારે સોમ્ય સરકાર 33 રને હાર્દિકનો શિકાર બન્યો હતો. કેપ્ટન શાકિબ- અલ- હસને 66 રનનું યોગદાન આપ્યું હતું. બુમરાહે ચાર, હાર્દિકે - 3 જ્યારે અન્ય ત્રણ ઝડપી બોલરોએ એક - એક વિકેટ ઝડપી હતી. આજે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહત્વની મેચ રમાશે.
