શિખર ધવન બાદ વિજય શંકર પણ ICC વર્લ્ડ કપની ટીમમાંથી બહાર
Live TV
-
શિખર ધવન બાદ વધુ એક ભારતીય ખિલાડી વર્લ્ડ કપ 2019 માંથી બહાર થયો છે. ICC વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં ખાસ જગ્યા બનાવનાર ઑલ રાઉન્ડર વિજય શંકર અંગૂઠાની ઈજાના કારણે બાકીની ટૂર્નામેન્ટમાંથી બહાર કરાયા છે.
જો કે હાલ વિજય શંકરની જગ્યા કોણ લેશે તે નક્કી નથી, પણ બીસીસીઆઈ વિજય શંકરના રિપ્લેસમેન્ટ માટે આઈસીસીને એક પત્ર લખશે. વિજય શંકરની જગ્યા ટીમમાં મયંક અગ્રવાલ લેશે તેવી શક્યતા છે. 20 જૂનના રોજ નેટ પ્રેકટિસ દરમ્યાન બૂમરાહના બોલથી ઘાયલ થયેલ વિજય શંકર હવે વર્લ્ડકપની આગામી મેચોમાં રમી શકશે નહીં..
