WorldCup2019 - ભારતનો ઈંગ્લેન્ડ સામે 31 રને પરાજય
Live TV
-
ઈંગ્લેન્ડના 338 રન સામે ભારતીય ટીમ પાંચ વિકેટે 306 રન જ નોંધાવી શકી
ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 338 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઇન્ડિયા 31 રનથી મેચ હારી ગઈ હતી. આ મેચમાં ભારત તરફથી રોહિત શર્મા એ 102 રન બનાવ્યા હતા અને કપ્તાન વિરાટ કોહલીએ 66 રન નોંધાવ્યા હતા. આ બંને ખેલાડી પછી હાર્દિક પંડ્યાએ 45 રન નોંધાવી મેચને ભારત પક્ષે લાવવા પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને બાદ કરતાં અન્ય કોઈ બેટ્સમેન સફળ ના થઈ શક્યા. વિશ્વકપમાં ભારતનો આ પ્રથમ પરાજ્ય હતો. ઇંગ્લેન્ડે ભારતને પરાજ્ય આપીને સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી છે. આજે વિશ્વકપ મેચમાં શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ ટકરાશે


