ઈંગ્લેન્ડનો (337/7) ભારતને 338 રનનો લક્ષ્યાંક
Live TV
-
વર્લ્ડકપમાં ભારતીય ટીમનો આજે યજમાન ઈંગ્લેન્ડની ટીમ સાથે મુકાબલો ચાલી રહ્યો છે. ઈંગ્લેન્ડે (337/7) ભારતને 338 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જોની બેયરેસ્ટિઓના 111 રન. ભારત તરફથી શામીએ ઝડપી 5 વિકેટો.
બર્મિઘહામના મેદાન પર ભારત સેમિફાઈનલમાં પ્રવેશવાના ઈરાદા સાથે મેદાન પર ઉતર્યું છે. જ્યારે સેમિફાઈનલમાં પ્રવેશની આશાને જીવંત રાખવા ઈંગ્લેન્ડ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. આ પહેલાં ,ક્રિકેટ વિશ્વકપમાં શનિવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનને ત્રણ વિકેટે પરાજ્ય આપ્યો હતો. શનિવારે જ વિશ્વકપના અન્ય મુકાબલામાં લોર્ડસના મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ ને 86 રનથી પરાજય આપ્યો હતો.આજની મેચમાં ઇંગ્લેન્ડ જો ભારત સામે હારી જશે તો સેમિફાઇનલમાં પહોંચવાનું તેનું સ્વપ્ન ચકનાચૂર બની શકે છે. સેમિફાઇનલની હોડમાં જીવંત રહેવા માટે ઇંગ્લેન્ડે કોઇ પણ ભોગે આ મેચ જીતવી જરૂરી છે. પોઇન્ટ ટેબલમાં ભારતીય ટીમ છ મેચમાં ૧૧ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. ઇંગ્લેન્ડની ટીમ સાત મેચમાં આઠ પોઇન્ટ ધરાવે છે.
