BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને કાર્ડિયાક એરેસ્ટ, હોસ્પિટલમાં દાખલ
Live TV
-
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને આજે (શનિવારે) સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૌરવ ગાંગુલીને શનિવારે સવારે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતા કોલકાતાના વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં આજે સાંજે સૌરવ ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટ સર્જરી કરવામાં આવશે. જો કે હાલ હોસ્પિટલના જણાવ્યા અનુસાર હાલમાં સૌરવ ગાંગુલીની તબિયત સારી છે.
ક્રિકેટ જર્નાલિસ્ટ અને સૌરવ ગાંગુલીના મિત્ર બોરિયા મજુમદારે પોતાની ટ્વીટમાં જણાવ્યું કે, સૌરવ ગાંગુલીને જિમમાં કસરત કરતા સમયે ચક્કર આવ્યા હતા અને બાદમાં તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યાનું માલૂમ થયું હતું. હાલમાં ડૉ. સરોજ મોંડલ તેમની સારવાર કરી રહ્યા છે.
BCCIના સેક્રેટરી જય શાહે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, 'મેં સૌરવ ગાંગુલીના પરિવાર સાથે વાત કરી છે. દાદાની તબિયત સ્થિર છે અને તેમને સારી સારવાર મળી રહી છે.'
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, સૌરવ ગાંગુલીની તબિયત વિશે સાંભળીને મને દુઃખ થયું. હું તેઓ ઝડપથી સાજા થાય તેના માટે પ્રાર્થના કરું છું.
