DC vs PBKS: રાહુલ-રાણાની શાનદાર ઇનિંગ, દિલ્હીએ પંજાબને 265 રનનો ટાર્ગેટ આપ્યો
Live TV
-
બેટ્સમેન કે.એલ.રાહુલે 67 બોલમાં 152 રન બનાવ્યા, જ્યારે નીતિશ રાણાએ 44 બોલમાં 91 રનની ઇનિંગ રમી..
IPL 2026ની 35મી મેચ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે... અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી અને પંજાબને 265 રનનો ટાર્ગેટ આપ્યો... કે.એલ.રાહુલ અને નીતિશ રાણાએ શાનદાર ઇનિંગ રમી... પોઈન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સ 6 મેચમાં 11 પોઈન્ટ સાથે ટોપ પર છે. ટીમે 5 મેચ જીતી છે, જ્યારે કોલકાતા સામેની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ 6 મેચમાં 3 જીત અને 3 હાર સાથે છઠ્ઠા સ્થાને છે.
કે.એલ.રાહુલ અને નીતિશ રાણા વચ્ચે શાનદાર ઇનિંગ
કે.એલ.રાહુલ અને નીતિશ રાણા વચ્ચે બીજી વિકેટ માટે 220 રનની ભાગીદારીની મદદથી દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 265 રનનો લક્ષ્યાંક આપ્યો. કે.એલ રાહુલે શક્તિશાળી ઇનિંગ રમી છે, તેણે 67 બોલમાં 152 રન બનાવ્યા છે. જ્યારે નીતિશ રાણાની વાત કરવામાં આવે તો 44 બોલમાં 91 રનની ઇનિંગ રમી...
પંજાબ કિંગ્સની ટીમ: શ્રેયસ ઐયર (કેપ્ટન),પ્રિયાંશ આર્ય, પાયલા અવિનાશ,હરનુર સિંહ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), વિષ્ણુ વિનોદ (વિકેટકીપર), નેહલ વાઢેરા, અઝમતુલ્લા ઉમરઝાઈ, કૂપર કોનોલી, માર્કો યાનસન, મુશીર ખાન, મિશેલ ઓવેન, સુરેશ, સુરેશ, માર્શકેશ, માર્કો યાન્સન. સિંઘ, ઝેવિયર બાર્ટલેટ, યુઝવેન્દ્ર ચહલ, પ્રવીણ દુબે, બેન દ્વારશુઈસ, લોકી ફર્ગ્યુસન, હરપ્રીત બ્રાર, વિશાલ નિષાદ, વિજયકુમાર વૈશાખ, યશ ઠાકુર.
દિલ્હી કેપિટલ્સની ટીમ: અક્ષર પટેલ (કેપ્ટન),કેએલ રાહુલ,કરુણ નાયર,ડેવિડ મિલર,પથુમ નિસાંકા, સાહિલ પારખ, પૃથ્વી શો, અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, અજય મંડલ, ત્રિપુરાણા વિજય, માધવ તિવારી, આકીબ નાયર, આકાબી, નૈતિક, નૈતિક, નૈતિક. કુમાર, દુષ્મંથા ચમીરા, લુંગીસાની એનગીડી,કાયલ જેમીસન, કુલદીપ યાદવ.
