Skip to main content
Settings Settings for Dark

IPLની 36મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો

Live TV

X
  • બંને ટીમ આ સીઝનમાં બીજી વખત આમને-સામને આવશે.. આ પહેલા 13 એપ્રિલે રમાયેલી મેચમાં હૈદરાબાદે રાજસ્થાનને 57 રને હરાવ્યું હતું...

    IPLની 36મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો જોવા મળશે... જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે 7:30 વાગ્યે રમાશે. બંને ટીમ આ સીઝનમાં બીજી વખત આમને-સામને આવશે. આ પહેલા 13 એપ્રિલે રમાયેલી મેચમાં હૈદરાબાદે રાજસ્થાનને 57 રને હરાવ્યું હતું. આ સીઝનમાં બંને ટીમની આ આઠમી મેચ હશે. રાજસ્થાને 7માંથી 5 અને હૈદરાબાદે 4 મેચ જીતી છે. SRH તેની છેલ્લી ત્રણેય મેચ સતત જીત્યું છે.

    કોની કેવી પરિસ્થિતિ ?

    રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 22 મેચ રમાઈ છે. તેમાંથી સનરાઇઝર્સ હૈદરાબાદે 13 મેચમાં જીત મેળવી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ માત્ર 9 મેચ જીતવામાં સફળ રહી છે. જોકે, પોતાના હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાન આ રેકોર્ડ સુધારવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. સવાઈ માનસિંહ સ્ટેડિયમ RRનું બીજું હોમ ગ્રાઉન્ડ છે. અહીં બંને ટીમ વચ્ચે ચાર મેચ રમાઈ છે અને બંને ટીમે 2-2 મેચ જીતી છે.

    બંને ટીમમાં શું છે ખાસ ?

    રાજસ્થાન રોયલ્સ માટે આ સીઝનમાં યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ સૌને પ્રભાવિત કર્યા છે. તેણે 7 મેચમાં 220.86ના તોફાની સ્ટ્રાઈક રેટથી 254 રન બનાવ્યા છે, જેમાં 2 ફિફ્ટી સામેલ છે. બોલિંગમાં જોફ્રા આર્ચર ટીમની મુખ્ય કડી છે. આર્ચરે 7 મેચમાં 11 વિકેટ ઝડપી છે અને તેનો ઇકોનોમી રેટ 7.96 રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે અભિષેક શર્મા રન મશીન સાબિત થઈ રહ્યો છે. તેણે 7 મેચમાં 1 સદી અને 2 ફિફ્ટીની મદદથી 323 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 215.33 છે. બોલિંગ વિભાગમાં ઈશાન મલિંગા કહેર મચાવી રહ્યો છે. મલિંગાએ 7 મેચમાં 12 વિકેટ લઈને પર્પલ કેપની રેસમાં પોતાને જાળવી રાખ્યો છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 32 રન આપીને 4 વિકેટ રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply