ICCના વન ડે બેટ્સમેન રેન્કિંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ મારી બાજી
Live TV
-
ICCએ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ સિરીઝ પુરી થયા પછી રેન્કિંગ જાહેર કર્યું છે. બેટ્સમેનની નવી યાદી મુજબ વન ડે રેન્કમાં ભારતના કપ્તાન વિરાટ કોહલી અને ઉપ કપ્તાન રોહિત શર્માએ પ્રથમ અને બીજું સ્થાન જાળવી રાખ્યું છે.
ટેસ્ટ મેચના બેટ્સમેનની યાદીની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના સ્મિથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તો વિરોટ કોહલી બીજા સ્થાને છે. પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટમાં , 267 રન નોંધાવનારા ઇંગ્લેન્ડના જેક ક્રોઉલી યાદીમાં આગળ વધીને 28મા ક્રમે પહોંચી ગયા છે.
ટેસ્ટમાં 600 વિકેટ ઝડપનારા વિશ્વના પ્રથમ બોલર એન્ડરસન બોલર રેન્કિંગમાં ફરી એકવાર ટોપ ટેનમાં સામેલ થઇ ગયા છે. ઓસ્ટ્રેલિયાના બોલર પેટ કમિન્સે પ્રથમ રેન્ક જાળવી રાખ્યો છે. ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બીજા સ્થાને આવી ગયા છે. ભારતના જસપ્રિત બુમરાહ યાદીમાં નવમા ક્રમે છે.
