IND Vs WI: બીજી ક્રિકેટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 107 રનથી હરાવ્યું
Live TV
-
ભારતે વિશાખાપટ્ટનમમાં બીજી એક દિવસીય ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 107 રનથી હરાવ્યું છે. 388 રનના લક્ષ્યાંકના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 280 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીતથી ભારતે ત્રણ મેચની સીરીઝમાં 1-1થી બરાબર કરી લીધી છે. સ્પીનર કુલદીપ યાદવે આ મેચમાં હેટ્રિક લીધી હતી. ભારતે રોહિત શર્મા અને કે.એલ. રાહુલ વચ્ચે 227 રનોની પ્રારંભિક ભાગીદારીથી નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 387 રનનો વિશાળ સ્કોર ઊભો કરી દીધો હતો. રોહીતે 159 અને રાહુલે 102 રન બનાવ્યા હતા. ત્યારબાદ શ્રેયસ ઐયર અને ઋષભ પંથે ધુંઆધાર બેટિંગ કરી હતી. ઐયરે 53 અને પંતે 39 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી ઝીરો રનમાં આઉટ થઈ ગયા હતા. ત્રીજી અને છેલ્લી મેચ રવિવારે કટકમાં રમાશે
