Skip to main content
Settings Settings for Dark

India vs England: પાંચમી ફેબ્રુઆરીથી ચેન્નાઈમાં શરૂ થશે ટેસ્ટ સિરિઝ 

Live TV

X
  • પહેલી ટેસ્ટ મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ મળશે નહીં

    ભારત અને ઇગ્લેંડ વચ્ચેની ટેસ્ટ સિરિઝ પાંચમી ફેબ્રુઆરીથી ચેન્નાઇમાં શરૂ થશે. આ માટે ટીમ ઇન્ડિયાએ આજથી નેટપ્રેકટિસ શરૂ કરી દીધી છે. પાંચમી ફેબ્રુઆરીથી પહેલી ટેસ્ટ યોજાશે. કોરનાની મહામારીને કારણે વિશ્વની સાથેસાથે ભારતમાં પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા ઉપર બ્રેક મારવામાં આવી હતી. પરંતુ હવે લાંબા ગાળા બાદ ભારતમાં પણ ક્રિકેટની મોસમ શરૂ થઇ ગઇ છે.

    ત્યારે ચૈન્નાઇમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના શ્રેણી વિજયના ઉત્સાહ સાથે ઇગ્લેંડને પણ પરાસ્ત કરવા માટે પરસેવો પાડવાનો શરૂ કરી દીધો છે. જોકે પહેલી ટેસ્ટ મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ મળશે નહીં પરંતુ બીજી ટેસ્ટ ચૈન્નાઇમાં 13 થી 17 ફેબ્રુઆરી સુધી યોજનારી છે તેમાં ક્ષમતાના પચાસ ટકા દર્શકોને પ્રવેશ આપવા માટે બીસીસીઆઇ લીસી ઝંડી આપી શકે છે. જ્યારે પહેલી બે ટેસ્ટ ચૈન્નાઇ અને  ત્રીજી ટેસ્ટ અમદાવાદમાં મોટેરા ખાતે યોજનારી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply