T20 : આજે ભારત અને આયરલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી મેચ
Live TV
-
ભારત અને આયરલેન્ડ વચ્ચે ત્રીજી મેચની ટી - 20 સિરીઝનો આજે ત્રીજો અને અંતિમ મુકાબલો ડબલીનના ધ વિલેજમાં રમાશે. જેમાં ભારતીય ટીમની નજર સિરીઝને 3-0 થી ક્લિન સ્વિપ કરવા પર રહેશે.ભારત પહેલાથી જ સિરીઝને પોતાના નામે કરી ચૂક્યું છે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
તો ભારતીય ટીમ જસપ્રીત બુમરાહની વાપસીથી મજબુત થઈ છે અને બુમરાહની કેપ્ટનશીપમાં ભારત ટી - 20 સિરીઝ રમી રહ્યું છે. ત્રીજી ટી-20માં 29 વર્ષીય વિકેટ કીપર બેટ્સમેન જીતેશ શર્માને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તે ટીમમાં સંજુ સેમસનનું સ્થાન લઈ શકે છે. આ સિવાય શાહબાઝ અહેમદને વોશિંગ્ટન સુંદરના સ્થાને અંતિમ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં પણ ફેરફાર થઈ શકે છે.
