T20 વિશ્વકપ 2026નો આજથી પ્રારંભ: ભારત-USA વચ્ચે જામશે પ્રથમ જંગ
Live TV
-
ક્રિકેટ જગતના સૌથી મોટા રોમાંચ એવા 'ટી૨૦ વિશ્વકપ ૨૦૨૬'નો આજથી ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે જ ભારત અને પાકિસ્તાન સહિત છ ટીમો મેદાનમાં ઉતરીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. જોકે, ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ વિવાદો અને ટીમમાં ફેરફારના સમાચાર પણ સામે આવ્યા છે.
ક્રિકેટ જગતના સૌથી મોટા રોમાંચ એવા 'ટી૨૦ વિશ્વકપ ૨૦૨૬'નો આજથી ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે જ ભારત અને પાકિસ્તાન સહિત છ ટીમો મેદાનમાં ઉતરીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. જોકે, ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ વિવાદો અને ટીમમાં ફેરફારના સમાચાર પણ સામે આવ્યા છે.
ઓપનિંગ ડે પર ત્રણ રોમાંચક મુકાબલા
વિશ્વકપના પ્રથમ દિવસે ક્રિકેટ પ્રેમીઓને ત્રણ મેચોનો આનંદ માણવા મળશે: ૧. પાકિસ્તાન વિરુદ્ધ નેધરલેન્ડ: સવારે ૧૧:૦૦ વાગ્યે, સિંહલી સ્પોર્ટ્સ ક્લબ, કોલંબો (શ્રીલંકા). ૨. વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ સ્કોટલેન્ડ: બપોરે ૩:૦૦ વાગ્યે, ઈડન ગાર્ડન્સ, કોલકાતા. ૩. ભારત વિરુદ્ધ યુએસએ (USA): સાંજે ૭:૦૦ વાગ્યે, વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ.ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર: હર્ષિત રાણા આઉટ, સિરાજ ઇન
પોતાના અભિયાનની શરૂઆત કરતા પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર હર્ષિત રાણા દક્ષિણ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચ દરમિયાન ઘૂંટણની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ICCની ટેકનિકલ કમિટીએ તેના સ્થાને અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. સિરાજ ૨૦૨૪નો વિશ્વકપ જીતનાર ટીમનો પણ મહત્વનો હિસ્સો હતો.વિવાદોનો ઓછાયો: બાંગ્લાદેશ બહાર, પાકિસ્તાનનો બહિષ્કારનો સૂર
આ વિશ્વકપમાં સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશે ભાગ લેવાનો ઈનકાર કર્યો છે, જેના સ્થાને સ્કોટલેન્ડની ટીમને એન્ટ્રી મળી છે. બીજી તરફ, પાકિસ્તાને બાંગ્લાદેશ પ્રત્યે એકતા દર્શાવતા ગ્રુપ સ્ટેજમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની વાત કરી છે, જેને કારણે ટુર્નામેન્ટના સમીકરણો પર સૌની નજર રહેશે.ટૂર્નામેન્ટનું માળખું
ટીમો: કુલ ૨૦ ટીમો ભાગ લઈ રહી છે.ભારતનું ગ્રુપ: ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત 'ગ્રુપ એ' માં છે, જેમાં તેની સાથે પાકિસ્તાન, USA, નામિબિયા અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે.
સેમીફાઈનલ: પ્રથમ સેમીફાઈનલ ૪ માર્ચે અને બીજી ૫ માર્ચે રમાશે.
ફાઈનલ: વિશ્વકપનો મહાજંગ ૮ માર્ચ ૨૦૨૬ ના રોજ રમાશે.
યજમાન દેશ હોવાને કારણે ભારત માટે આ ટૂર્નામેન્ટ અત્યંત પ્રતિષ્ઠાભરી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે સાંજે રમાનારી મેચમાં ભારતીય ટીમ જીત સાથે શરૂઆત કરવા માટે મેદાનમાં ઉતરશે.
