સમગ્ર ગુજરાતમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય ગણાશે
ગુજરાતમાં સરકારી સેવાઓ મેળવવા માટે નાગરિકોને વારંવાર જુદા-જુદા લખાણવાળા એફિડેવિટ કરાવવાની પડતી મુશ્કેલીઓનો અંત લાવવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં નાગરિક સેવાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવાના ભાગરૂપે કાયદા વિભાગે રાજ્યવ્યાપી સ્વીકાર્ય “યુનિવર્સલ એફિડેવિટ”નું નવું ફોર્મેટ જાહેર કર્યું છે.