Skip to main content
Settings Settings for Dark

ગુજરાત

Live TV

X

ઢોળાવમાંથી પાણી વહી ન જાય તે માટે વિશેષ પદ્ધતિથી જળસંચય

વલસાડના ઢોળાવ અને ડુંગરા ધરાવતા વિસ્તારમાંથી ચોમાસાનું પાણી વહી ન જાય તે માટે વિશેષ પદ્ધતિ કન્ટુર ટ્રેન્ચ દ્વારા જળસંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનથી જળ સંચય કરવાને કારણે પાણીની અછતનું તો નિવારણ થશે ,સાથે સાથે જંગલોની વૃદ્ધિમાં પણ આ પદ્ધતિ મહત્વનો ભાગ ભજવશે. જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણે આ અંગે જણાવ્યું હતું ,કે વલસાડના કપરડામાં સૌથી વધુ વરસાદ થાય છે. ત્યારે ચોમાસાના ચાર મહિનામાં ધરમપુર અને કપરાડા જેવા પહાડી વિસ્તાર માટે ,આ વિશેષ પદ્ધતિ દ્વારા જળસંચયની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેન્ચ પદ્ધતિ દ્વારા પાણી નાના નાના ખાડામાં ભરાઈ રહે છે અને જળસ્તર ઉંચું આવે છે.

Gujarati

તળાવો ઊંડા કરવાના કાર્યોનું નિરીક્ષણ કરતાં વિભાવરી દવે

રાજ્યમાં ચાલી રહેલા સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વિવિધ ગામોમાં તળાવો ઊંડા કરવાના કાર્યનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તળાવો ઊંડા કરવાના કારણે 1500 ઘનમીટર માટી નીકળશે જેનો ઉપયોગ જનહિતાર્થે કરવામાં આવશે. સુજલામ સુફલામ યોજના હેઠળ થનારા કામો પૈકી ભાવનગરમાં 518 કામો થશે. જિલ્લાના તળાવો, ચેકડેમ, વનતલાવડીમાં જન સંગ્રહની ક્ષમતા વધારવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે. રાબાની કાંસનું તળાવ ઊડું ઊતારવામાં આવી રહ્યું છે, જે પૈકી આશરે 24.96 લાખના ખર્ચે આ કામ પૂર્ણ કરાશે.

Gujarati

ખાનગી શાળામાં ભણાવવાનો મોહ રાખતા વાલીઓ માટે સરકારી શાળામાં અભ્યાસ કરનાર સત્યેનની સિદ્ધિ ઉદાહરણરૂપ

જે વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળામાં ભણાવવાનો મોહ રાખતા હોય તેમની દિશા સરકારી શાળાના અભ્યાસ તરફ દિશા સૂચવતો પરિવાર મોરબીના ભરતભાઈ પંચોલીનો છે. ભરતભાઈએ પોતે સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો અને તેમના દીકરા સત્યેને પણ સરકારી શાળામાં જ અભ્યાસ કરીને તાજેતરમાં ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં 81. 24 ટકા સાથે 93.21 પીઆર અને ગુજકેટમાં 95. 30 પીઆર મેળવીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સત્યેને જણાવ્યું હતું કે ખાનગી શાળાની મસમોટી ફી ભરવાને બદલે સરકારી શાળામાં માત્ર રૂપિયા 240 ફી અને નજીવા ખર્ચમાં તેણે ગુણવત્તાસભર અભ્યાસ કર્યો છે.

Gujarati

મુખ્યમંત્રી : વાઇબ્રન્ટ ગુજરાત 2019માં ધોલેરા SIR વૈશ્વિક રોકાણકારો માટે રોકાણના સ્થળ તરીકે દર્શાવાશે

ધોલેરા - ખંભાતની અખાતમાં આવેલું એક પ્રાચીન બંદર- અમદાવાદ જિલ્લામાં એક વિશિષ્ટ રોકાણ ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય સ્માર્ટ સિટી તરીકે વિકસિત થઈ રહ્યું છે, તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 માં વૈશ્વિક રોકાણકારો માટે રોકાણના સ્થળ તરીકે દર્શાવવામાં આવશે.

ધોલેરા એસઆઈઆરમાં 20 એમએલડી કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સીઇટીપી) અને 13.5 કિ.મી.ની પાણીની પાઇપલાઇનના ગ્રાઉન્ડબ્રેકિંગ, તો કોમનફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સીઇટીપી) ની કિંમત રૂ. 160 કરોડની હશે, જ્યારે પીપળી-ધોલેરા પાઇપલાઇનનો રૂ. 29 કરોડનો ખર્ચ થશે.

Gujarati

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ઇ-વે બિલ પ્રણાલિનો પ્રારંભ

માલસામાનની એકથી બીજા રાજ્યમાં હેરફેર માટે ઇ-વે બિલ પ્રણાલિ આજથી ગુજરાત, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગણા અને ઉત્તર પ્રદેશમાં અમલી બનશે. 

નાણા ખાતા મુજબ, આ રાજ્યોમાં ઇ-વે બિલ પ્રણાલિ લાગુ થતાં જ ધંધા-ઉદ્યોગોમાં જ્યાં સુધી માલસામાનની હેરફેરનો પ્રશ્ન છે, સુવિધા વધશે. આનાથી રાષ્ટ્રવ્યાપી એકલ ઇ-વે બિલ પ્રણાલિ માટેનો માર્ગ મોકળો થવામાં ફાયદો થશે. મંત્રાલયે આ રાજ્યોમાં આવેલા ટ્રાન્સ્પૉર્ટરોને <www.ewaybillgst.gov.in> નામના ઇ-વે બિલ પૉર્ટલ પર નોંધણી કરાવી લેવા અનુરોધ કર્યો છે. 

Gujarati

અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડની 13 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ

અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડની 13 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં આદર્શ પેનલમાંથી 5 અને કિસાન પેનલમાંથી 3 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે વેપારી વિભાગમાંથી 4 ઉમેદવાર અને સહકાર વિભાગમાંથી એક ઉમેદવારનો વિજય થયો હતો. આ ચૂંટણીમાં માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેનનો પરાજય થયો હતો. આ ચૂંટણીમાં 33 ઉમેદવારો મેદાને હતા. મતદાન પ્રક્રિયામાં ખેડૂત વિભાગમાં 99 ટકા, વેપારી વિભાગમાં 98 ટકા અને સહકાર વિભાગમાં 94 ટકા મતદાન થયું હતું. ચૂંટણીમાં આદર્શ પેનલ અને કિસાન પેનલ એમ બે પેનલો બની હતી. વિજય બાદ વિજેતા ઉમેદવારોના સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો હતો. 
 

Gujarati

વર્ષ 2016-17ના જીઈએમ સર્વેમાં ભારતમાં ગુજરાત છવાયેલું રહ્યું

બેટસન કોલેજ અમેરિકા અને લંડન બિઝનેસ સ્કૂલ દ્વારા ગ્લોબલ આંત્રપ્રિનિયોરશીપ મોનીટર સર્વે દર વર્ષે કરવામાં આવે છે. જેમાં વિશ્વના દેશોમાંના ઉદ્યોગ સાંસ્કૃતિકતા અંગેનું વલણ તથા તકોને દર્શાવવામાં આવે છે. વર્ષ 2016-17ના જીઈએમ સર્વેમાં ભારતમાં ગુજરાત છવાયેલું રહ્યું. દેશમાં નંબર વન પર રહેલા ગુજરાતમાં 55 ટકા યુવાનો ઉદ્યોગ સાહસિક બનીને રોજગારી પેદા કરે છે તથા 63 ટકા લોકો ઉદ્યોગ સાહસિકતાને હાઇસ્ટેટસ માને છે. સર્વેના આંકડાઓ પ્રમાણે ઉદ્યોગ સાહસિકતા અભિયાન છેલ્લા બે-ત્રણ વર્ષથી સુવ્યવસ્થિત રીતે આગળ વધી રહ્યું છે. તથા યુવાનોને લાગી રહ્યું છે કે હાલમાં ઉદ્યોગ સાહસિક બનવાનો સાચો સમય છે.

Gujarati

રાજ્યપાલ : શિક્ષણ રોજગારલક્ષી હોય તે આવશ્યક 

રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલીએ જણાવ્યું છે કે, પદવી મળ્યા બાદ રોજગારી મળે તે જરૂરી હોવાથી શિક્ષણ રોજગારલક્ષી હોય તે આવશ્યક છે. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીના પદવીદાન સમારોહને તેઓ સંબોધી રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કૌશલ્ય વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાથી બેરોજગારીનો પ્રશ્ન હલ થવાની સાથે નવા ભારતનું નિર્માણ થશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન પોલીસીની શરૂઆત દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

Gujarati

નર્મદા ડેમની 241 કી.મી.માં 950 સુરક્ષા કર્મીચારીઓનો પહેરો

સરદાર સરોવર નર્મદા ડેમ માં ગત વર્ષ કરતા ઓછા પાણીને કારણે ગુજરાત સરકારે, ગુજરાત ભરમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરવાનો આગવો નિર્ણય લીધો જેથી, આગામી ઉનાળામાં ગુજરાતની પ્રજાને પીવાના પીવાના પાણી માટે કોઈ સંકટ ના રહે અને માટે જ નર્મદા બંધ સ્થળથી, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 241 કિમિમાં 950 સુરક્ષા કર્મચારીઓ સુરક્ષા પહેરો ભરે છે અને SRP જવાનો ની ટીમ તેનાત કરી દેવાઈ છે, કેનાલો પર 5 પીઆઇ, 10 પીએસઆઇ 735 જેટલા સુરક્ષા કર્મીઓ કામ કરે છે, જેમાં નર્મદા મુખ્ય કેનાલથી બોડેલી, હાલોલ, લાડવેલ, ગાંધીનગર, મોઢેરા, રાધનપુર, દિયોદર, વિસ્તારોમાં સુરક્ષા કરે છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply