પૂર્વ સાંસદ જયંતીભાઈ બારોટના તેલચિત્રના અનાવરણ કરાયું
અરવલ્લી જીલ્લાના ધનસુરા કોલેજ ખાતે રાજ્યના મંત્રી રમણભાઈ પાટકરની હાજરીમાં ધનસુરા કોલેજના કોમ્યુનિટી હોલના દાતા અને ભાજપના પૂર્વ મહામંત્રી અને પૂર્વ સાંસદ જયંતીભાઈ બારોટના તેલચિત્રના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો. તેની સાથે ધનસુરા કોલેજનો ૩૩મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. બી.એ અને બી.કોમ ના સેમ -૬ ના વિદ્યાર્થીઓ અને એમ.એ સેમ-૪ ના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ પણ યોજાયો હતો. વિશિષ્ટ સિદ્ધી મેળવનાર વિદ્યાર્થીઓના ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.