આજે ભારતીય શેરબજારની શરૂઆત નજીવા વધારા સાથે થઈ
Live TV
-
ગઈકાલે સેન્સેક્સ - નિફ્ટી ALL TIME હાઇ લેવલે પહોંચ્યા બાદ આજે ભારતીય શેરબજારની શરૂઆત નજીવા વધારા સાથે થઈ હતી. સેન્સેક્સ 8 આંકના ઉછાળા સાથે 74 હજાર 022 પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 4 પોઈન્ટના ઘટાડા સાથે 22 હજાર 458 પર ખુલ્યો હતો.
સેન્સેક્સ હાલ 190 પોઈન્ટ ઘટીને 73,824 અને નિફ્ટી 48 પોઈન્ટના ઘટાડા સાથે22,414 અંક પર કામકાજ કરી રહ્યો છે. અદાણી પોર્ટ્સ, બજાજ ઓટો, BPCL, અદાણી એન્ટરપ્રાઈઝ અને ONGC નિફ્ટી 50માં ટોપ ગેઇનર્સ હતા. જ્યારે સિપ્લા, ICICI બેન્ક, JSW સ્ટીલ, વિપ્રો અને હીરો મોટોકોર્પના ભાવમાં ઘટાડો નોંધાયો હતો