ગુજરાત
Live TV
-
CM ભૂપેન્દ્રભાઈ પટેલે ધોલેરા SIRની મુલાકાત લઈ વિવિધ પ્રોજેકટની સમીક્ષા કરી
02-05-2025 | 8:10 pm
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાતમાં આકાર પામી રહેલા વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના ધોલેરા SIR અને સ્માર્ટ સિટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી. સાથે સ્માર્ટ સિટીના 12 જેટલા પ્રોજેક્ટ્સની પ્રગતિની માહિતી પણ મેળવી.
-
-
-
-
-
ગુ.હાઇકોર્ટમાં 7 નવા જસ્ટિસની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, જજોની સંખ્યા વધીને 38 થઇ
01-05-2025 | 7:26 pm
ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ દ્વારા સુપ્રીમ કોર્ટે કોલેજિયમની 7 જજોની નિમણૂકની ભલામણને મંજૂરી આપી હતી.
-
મતદાર યાદીમાં સુધારા માટે અધિકારીઓને મૃત્યુ નોંધણીની માહિતી ઉપલબ્ધ કરાવાશે
01-05-2025 | 8:30 pm
નાગરિકો સરળતાથી ઓળખી શકે તે માટે પ્રત્યેક બુથ લેવલ ઑફિસર્સને ફોટો ઓળખપત્ર અપાશે અને વોટર ઈન્ફોર્મેશન સ્લિપની ડિઝાઈન વધુ વોટર ફ્રેન્ડલી બનાવાશે
-
'અમે તૈયાર છીએ', INS સુરતના COનો દુશ્મનને સંદેશ
01-05-2025 | 5:07 pm
પાડોશી દેશ પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, નૌકાદળના સ્વદેશી વિનાશક જહાજ INS સુરતના કમાન્ડિંગ ઓફિસર (CO) એ દુશ્મનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે 'અમે તૈયાર છીએ'.
-
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, તકેદારીના પગલા લેવા ખેડૂતોને માર્ગદર્શન
01-05-2025 | 5:45 pm
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, અગમચેતી એ જ સલામતિ, તકેદારીના પગલા લેવા ખેતીવાડી વિભાગ તરફથી ખેડૂતોને માર્ગદર્શન
-
પ્રધાનમંત્રીએ, ગુજરાતના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી
01-05-2025 | 2:18 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી.
-
-
આજે જૂનાગઢમાં મેગા ડિમોલિશન, 100થી વધુ ગેરકાયદે મકાનો તોડવાની કામગીરી
30-04-2025 | 12:23 pm
જુનાગઢ મહાનગર પાલિકાએ ધારાગઢ દરવાજા વિસ્તારમાં મેગા ડિમોલીશન હાથ ધર્યું છે. 100થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. આ કાર્યવાહીને લઈ તંત્ર દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કામગીરી માટે 3 DYSP, 9 PI, 26 PSI સહિત 260થી વધુનો સ્ટાફ તૈનાત છે. આ સાથે 10 ગેસમેન, 10 દૂરબીન, 15 વોકીટોકી સાથે સ્ટાફ ખડે પગે છે.
-
નવા વર્ષની શરૂઆતે જીવામૃતનો અધૅ આપી ખેતીનો પ્રારંભ
30-04-2025 | 12:19 pm
અખાત્રીજ નિમિત્તે ખેડૂતો પોતાના ખેતરમાં નવા વર્ષની ખેતીની શરૂઆત કરે છે . આ શરૂઆત અંતર્ગત ખેતીના સાધનોની પૂજા કરવામાં આવે છે . કહેવાય છે કે અખાત્રીજના દિવસે ખેતીના ઓજારોની પૂજા કરવાથી અને ખેતીની શરૂઆત કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન સારી ઉપજ મળે છે.
-
રાજકોટની ITI વિદ્યાર્થીઓએ અનોખી કારનો મોડલ કર્યું તૈયાર
30-04-2025 | 11:56 am
રાજકોટના વિદ્યાર્થીઓની સફળતાએ સાબિત કર્યું કે મહેનતથી સપના સાકાર થાય છે. ધોરણ 10 અને 12 ભણેલા અને ITIના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ અનોખી કારનું મોડેલ બનાવ્યું છે. વિદ્યાર્થીઓએ તેમની મહેનત અને ટેક્નિકલ કુશળતાથી ઈલેક્ટ્રિક મોડેલ કાર તૈયાર કરી છે.
-
આજે અખાત્રીજ, આજથી ખેડૂતોએ કર્યો ખેતીનો પ્રારંભ
30-04-2025 | 11:41 am
ખેડૂત જગત માટે આજનો સૌથી મોટો દિવસ છે. આજે અખાત્રીજના દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે. સાબરકાંઠાના હિંમતનગરના નિકોડા ગામે એક સાથે 100થી વધુ ખેડૂતોએ ખેતીનો પ્રારંભ કર્યો છે તેમજ સામૂહિક પૂજન થકી સમગ્ર વિસ્તારમાં કિસાન જગતની એકતા સહિત વેદની વાતને પ્રાધાન્ય અપાયું છે.
-
અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલિશનને હાઇકોર્ટની લીલીઝંડી
29-04-2025 | 1:29 pm
ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે બાંધકામો હટાવવાની કામગીરીને પગલે 50 બુલડોઝર, 40થી 50 ડમ્પર અને 2000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
-
અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે બાંધકામો પર સૌથી મોટું ઓપરેશન
29-04-2025 | 10:03 am
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે 2 હજારથી વધુ હથિયારબંધ પોલીસકર્મીઓ તૈનાત. આ વિસ્તારમાંથી ગેરકાયદેસર વસાહતો દૂર કરવાનું વિશાળ અભિયાન શરૂ.
-
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ડ્રોન તાલીમ કેન્દ્રો અને ITIના નવીન મકાનોનું વર્ચ્યુલી લોકાર્પણ કરાયું
28-04-2025 | 5:16 pm
મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે 58 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આઈ.ટી.આઈ ભાવનગર, પ્રતાપનગર અને દેવભૂમિ દ્વારકાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યુ
-
અમદાવાદ ગ્લોબલ વોર્મીગ સામે લડનારા મુખ્ય શહેરોમાંનું એક : પ્રધાનમંત્રી
27-04-2025 | 12:58 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાતના 121મા એપીસોડમાં એક પેડ માં કે નામ અભિયાનની પ્રસંશા કરી તેમનુ કહેવુ હતુ કે 140 કરોડ નાગરીકોની એક જુટતાથી દેશમાં 140 કરોડથી વધારે વૃક્ષ વાવવામાં આવ્યા
-
ચૈત્ર માસની માસિક શિવરાત્રી શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી
27-04-2025 | 10:11 am
પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે.
-
ગુજરાત પોલીસનું મોટું અભિયાનઃ પાકિસ્તાની-બાંગ્લાદેશી નાગરિકોની તપાસ શરૂ
26-04-2025 | 8:10 pm
રાજ્યની પોલીસ એક્શન મોડમાં-પાકિસ્તાની કે બાંગ્લાદેશી નાગરિકોની તપાસ શરૂ
-
રાજ્યમાં આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાન યથાવત્ રહેશે
26-04-2025 | 7:54 pm
2 દિવસ બાદ પવનની દિશા બદલાવાથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશેઃ હવામાન વિભાગ
-
વડોદરા સ્થિત સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ દ્વારા રોજગાર મેળાનું આયોજન
26-04-2025 | 4:04 pm
વડોદરા સ્થિત સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું
-
છોટાઉદેપુરઃ ડુંગરવાંટના સરપંચ ડૉ. બીના રાઠવાને 'બેસ્ટ લર્નર'નો એવોર્ડ એનાયત
26-04-2025 | 3:15 pm
છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાંટ જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ડૉ. બીનાબેન રાઠવાને દિલ્હી ખાતે જળ શક્તિ મંત્રાલયના મંત્રી સી.આર.પાટીલના હસ્તે 'બેસ્ટ લર્નર'નો એવોર્ડ એનાયત
-
અમદાવાદ અને સુરતમાં ઘુસણખોરો સામે મોટી કાર્યવાહી, 500થી વધુ લોકોની અટકાયત
26-04-2025 | 9:48 am
ગુજરાત પોલીસે ઘુસણખોરો સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે અને અમદાવાદ અને સુરતમાં 557થી વધુ લોકોની અટકાયત કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચંડોળા વિસ્તારમાં 457 ઘુસણખોરોની ધરપકડ કરી હતી, જ્યારે સુરત પોલીસે વિવિધ વિસ્તારોમાં 100થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી. તેમની સામે તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા પછી તેમને દેશનિકાલ કરવામાં આવશે.
-
ગુજરાતનું સુદ્રઢ પશુ આરોગ્ય માળખું બન્યું દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિનો આધારસ્તંભ
25-04-2025 | 6:19 pm
એપ્રિલ માસનો છેલ્લો શનિવાર એટલે પશુ આરોગ્ય સેવાને બીરદાવવા માટેનો “વિશ્વ પશુ ચિકિત્સા દિવસ”. ગુજરાતમાં પશુઓને ઘર આંગણે સારવાર પૂરી પાડવા માટે રાજ્યમાં કુલ ૫૮૭ ફરતા પશુ દવાખાના કાર્યરત છે. ગુજરાતમાં અત્યારે પશુઓની આરોગ્ય સેવામાં ૪,૨૭૬ ચિકિત્સકો ઉપલબ્ધ છે. છેલ્લા બે દાયકામાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં ૧૧૮.૯૧ લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારો; સરેરાશ ૯.૨૬ ટકાનો વાર્ષિક વધારો થયો છે.
-
ઐતિહાસિક ચુકાદો: બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને ડબલ ફાંસીની સજા
25-04-2025 | 5:28 pm
ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આપ્યો, જેમાં ૭ વર્ષની બાળકી પર રેપ અને હત્યાના આરોપીને ડબલ ફાંસીની સજા ફટકારી છે. આ ચુકાદાને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે આ ચુકાદો ગુજરાતના ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતા તેમજ રાજ્ય સરકારની ગુનાઓ સામે કડક કાર્યવાહીની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
-
પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાના આદેશ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
25-04-2025 | 12:49 pm
પાકિસ્તાની હિંદુ નાગરિકોના વિઝા સાથે જોડાયેલ મોટા સમાચાર સામે આવ્યા છે.
-
ગુજરાતના લોકોની ફરિયાદનું નિવારણ લાવતા SWAGAT કાર્યક્રમની સફળતાના 22 વર્ષ પૂર્ણ
25-04-2025 | 10:52 am
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શરૂ કરાવેલા જનફરિયાદ નિવારણના ટેકનોલોજીયુક્ત અભિગમ “સ્વાગત” કાર્યક્રમની સફળતાના 24 એપ્રિલ 2025ના રોજ 22 વર્ષ પૂરા થયા છે.
-
સહકારી મંડળીઓના સભાસદોને અપાતી ભેટની મર્યાદામાં રાજ્ય સરકારે કર્યો વધારો
25-04-2025 | 10:31 am
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના કરોડો સભાસદોના હિતમાં અનેકવિધ નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે.
-
આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરતના મૃતક શૈલેષની અંતિમ યાત્રા, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ રહ્યાં હાજર
24-04-2025 | 11:25 am
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સુરતના શૈલેષ કાલથિયાના મૃત્યુ પછી બુધવારે મોડી રાત્રે તેમનો પાર્થિવ દેહ સુરત લાવવામાં આવ્યો. ગુરુવારે તેમના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને અનેક ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. અંતિમયાત્રા દરમિયાન વાતાવરણ અંધકારમય રહ્યું અને હજારો લોકો શૈલેષને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા.
-
CM ભૂપેન્દ્ર પટેલે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પિતા-પુત્રને અર્પી શ્રદ્ધાંજલિ
24-04-2025 | 10:08 am
22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરનાં પહેલગામ થયેલા આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રના મૃત્યુ થયા હતા. સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી.
-
'મેલેરિયા નિર્મૂલન'માં આખા દેશમાં ગુજરાતનો પ્રથમ કેટેગરીમાં સમાવેશ
24-04-2025 | 8:48 am
ગુજરાત સરકારના મેલેરિયા નિર્મૂલન માટેના અથાગ પ્રયત્નો થકી તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ સહિત રાજ્યનો મેલેરિયા પોઝિટિવ દર 1,000ની વસ્તીએ 01થી નીચે નોંધાયો છે. જેના પરિણામે ગુજરાતનો સમગ્ર દેશમાં “મેલેરિયા નિર્મૂલન” અંતર્ગત કેટેગરી-2માંથી 1માં સમાવેશ કરવામાં આવ્યો છે.
-
આતંકી હુમલામાં ગુજરાતનાં મૃતકોના પરિવારને 5 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની જાહેરાત
24-04-2025 | 8:30 am
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓના મોત થયા છે. 3 મૃતકોના પરિવારને 5 લાખ અને ઈજાગ્રસ્ત થયેલા ગુજરાતીઓને 50 હજારની સહાય આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. ગુજરાતી મૃતકોના મૃતદેહો ગુજરાત લાવવામાં આવ્યા હતા. આ આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયા અને ભાવનગરના પિતા પુત્ર સ્મિત અને યતિશ પરમારનું મોત થયું હતું.
-
ભાવનગરના 2 મૃતકોને ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવીએ અર્પી શ્રદ્ધાંજલિ
24-04-2025 | 8:12 am
જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા ભાવનગરના 2 સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર મંત્રી ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા તેમજ મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી,,, એરપોર્ટ પર પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમ સાંસદ દિનેશ મકવાણા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
-
આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીના મોત: પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલ
23-04-2025 | 1:15 pm
મંગળવારે જમ્મુકાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીનાં મોત થયા હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું છે. મૃતકોની ડેડ બોડી લાવવા માટેની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું, ઘટનાની PMએ ગંભીરતા લીધી છે. PMએ સાઉદીનો પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા છે. ભૂતકાળની ઘટનાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઘટનાનો પણ જડબાતોડ જવાબ આપવામાં આવશે.
-
-
-
-
અંબાજી નજીક રાણપુર ખાતે કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, 10 ઇજાગ્રસ્ત
22-04-2025 | 1:14 pm
કાર પલટી જતાં મુસાફરી કરી રહેલા 12થી 13 લોકો પૈકીના 10 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
news archive
29-04-2025
મંગળવાર
28-04-2025
સોમવાર