ભાવનગરના 2 મૃતકોને ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવીએ અર્પી શ્રદ્ધાંજલિ
Live TV
-
જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા ભાવનગરના 2 સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર મંત્રી ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા તેમજ મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી,,, એરપોર્ટ પર પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમ સાંસદ દિનેશ મકવાણા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી લઈ જવાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત દિશા-નિર્દેશનમાં જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી. ગુજરાત વહીવટી તંત્રએ કાશ્મીર વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહી વ્યવસ્થા કરી.
રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આતંકવાદી હુમલાના ભોગ બનેલા 3 ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત દિશા-નિર્દેશનમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચી મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે.
ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આ ઘટના પર સતત નજર રાખી રહ્યા છે. પાકિસ્તાની વધુ એક નાપાક હરકત દેશ અને દુનિયાએ જોઈ લીધી છે. આતંકવાદીઓએ હિન્દુઓને સોધી-સોધીને મારવાની નીતિ અપનાવી છે તેના કારણે આજે દેશ અને દુનિયા સ્તબ્ધ છે.