આંતરરાષ્ટ્રીય
Live TV
-
ભારતની વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક, પાકિસ્તાની PM શાહબાઝ શરીફની યુટ્યુબ ચેનલ બ્લોક
02-05-2025 | 8:18 pm
શુક્રવારે ભારતે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફના સત્તાવાર યુટ્યુબ એકાઉન્ટને બ્લોક કરી દીધું. શરીફની ચેનલ ભારત સરકાર દ્વારા બ્લોક કરાયેલ સૌથી હાઇ-પ્રોફાઇલ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે.
-
પાકિસ્તાની નેતાનો મોટો ખુલાસો: 'હા, આપણે આતંકવાદને સાથ આપ્યો'
02-05-2025 | 2:32 pm
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ સ્વીકાર્યું છે કે તેમના દેશનો ભૂતકાળ આતંકવાદી સંગઠનોને ટેકો આપવાનો રહ્યો છે. ભુટ્ટોની આ ટિપ્પણીના થોડા દિવસો પહેલાં જ દેશના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું હતું કે ઇસ્લામાબાદ દાયકાઓથી આતંકવાદને ટેકો આપવાનું "ગંદુ કામ" કરી રહ્યું છે.
-
-
-
-
-
ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર અંગે ટૂંક સમયમાં થશે જાહેરાત : યુએસ નાણામંત્રી
30-04-2025 | 8:46 am
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર "ખૂબ સારી પ્રગતિ" થઈ છે. આ અંગે ટૂંક સમયમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે. તેમણે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની ભારત મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વેપાર કરાર અંગે અર્થપૂર્ણ વાતચીત થઈ હતી.
-
ખાસ ભારતીય રાજદૂતે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી, દ્વિપક્ષીય સહયોગ અને રોકાણની તકો પર ચર્ચા કરી
28-04-2025 | 7:16 pm
બેઠક દરમિયાન વિદેશ મંત્રી મુત્તાકીએ અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે રાજદ્વારી અને આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
-
યમનની રાજધાની પર અમેરિકાના હવાઈ હુમલામાં આઠ લોકોનાં મોત
28-04-2025 | 9:51 am
યમનના હુથી-નિયંત્રિત રાજધાની સના પર તાજેતરના યુએસ હવાઈ હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા. હુથી સંચાલિત આરોગ્ય વિભાગના અધિકારીઓએ એક નિવેદનમાં આ માહિતી શેર કરી.
-
પહેલગામ આતંકવાદી હુમલો: 'નિષ્પક્ષ તપાસ'ની પાકિસ્તાનની માંગને ચીનનું સમર્થન
28-04-2025 | 3:00 pm
ચીને પહેલગામ આતંકવાદી હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગને સમર્થન આપ્યું છે. પાકિસ્તાન તરફથી પણ આ મુદ્દા પર સતત દલીલો રજૂ કરવામાં આવી રહી છે. તેમની માંગ છે કે તેની તપાસ ભારત-પાકિસ્તાન દ્વારા નહીં પરંતુ ત્રીજા પક્ષ તરીકે આંતરરાષ્ટ્રીય સમિતિ દ્વારા કરાવવી જોઈએ. 22 એપ્રિલ 2025ના રોજ, પહેલગામની બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિઃશસ્ત્ર લોકો માર્યા ગયા હતા.
-
દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં શાહિદ રાજાઈ બંદર પર પ્રચંડ વિસ્ફોટ
26-04-2025 | 8:42 pm
દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં શાહિદ રાજાઈ બંદર પર વિસ્ફોટમાં 4 લોકોના મૃત્યુ અને 500થી વધુ ઘાયલ
-
સિંધુ નહેર યોજના સામે પ્રદર્શન તેજઃ 'પ્રોજેક્ટ રદ ન થાય ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે'
26-04-2025 | 5:00 pm
સિંધુ નહેર યોજના સામે પ્રદર્શન તેજ, 'પ્રોજેક્ટ રદ ન થાય ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે': પ્રદર્શનકારીઓ
-
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી
26-04-2025 | 10:44 am
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામની બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. કાઉન્સિલના સભ્યોએ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારા, આચરનારા અને ભંડોળ આપનારાઓની જવાબદારી લેવાની હાકલ કરી છે. 22 એપ્રિલના રોજ થયેલા આ હુમલામાં 26 લોકોના દુઃખદ મોત થયા હતા.
-
ક્વેટામાં IED વિસ્ફોટમાં 10 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા: BLAનો દાવો
26-04-2025 | 8:42 am
બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટ્ટાના માર્ગટ વિસ્તારમાં 10 પાકિસ્તાની સેનાના સૈનિકોને મારી નાખવાનો દાવો કર્યો છે.
-
પહેલગામ હુમલો: યુએસ ઈન્ટેલિજન્સ ડિરેક્ટરે કહ્યું, 'અમે પીએમ મોદી અને ભારત સાથે છીએ'
26-04-2025 | 8:26 am
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે શુક્રવારે આતંકવાદ સામે ભારત સાથે એકતામાં પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો.
-
મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવે PM સાથે કરી મુલાકાત, આતંકી હુમલાની કરી નિંદા
23-04-2025 | 10:59 am
મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસા જેદ્દાહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને માર્યા ગયેલા નિર્દોષ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.
-
-
ખ્રિસ્તીઓના સૌથી મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું અવસાન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
21-04-2025 | 6:32 pm
ખ્રિસ્તીઓના સૌથી મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે. પોપ ફ્રાન્સિસ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.
-
-
-
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી વાન્સ ભારતના પ્રવાસે,આમેર કિલ્લાની મુલાકાત લેશે
20-04-2025 | 11:30 am
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેમ્સ ડેવિડ (જેડી) વાન્સ 21 એપ્રિલે ભારત આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે જયપુરમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે.
-
-
-
અમેરિકા અને ઈરાન આજે ઇટાલીમાં પરમાણુ કરાર પર ચર્ચા કરશે
19-04-2025 | 11:02 am
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીઓ વચ્ચે ઈરાન પરમાણુ કરાર પર વાટાઘાટો કરવા સંમત થયું છે. આજે (શનિવારે) ઇટાલીની રાજધાની રોમમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત થશે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચી અને અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકાફ આ વાટાઘાટોમાં ભાગ લેશે. દુનિયાની નજર બંને દેશો વચ્ચેની વાતચીત પર ટકેલી છે.
-
પાકિસ્તાનમાં સેનાનું ઓપરેશન, 4 આતંકવાદીઓને ઠાર માર્યા
19-04-2025 | 8:00 am
પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના સંયુક્ત ઓપરેશન દરમિયાન ચાર આતંકવાદીઓ માર્યા ગયા. પાકિસ્તાની સેનાની મીડિયા શાખા ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર)એ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
-
શું યુક્રેનમાં લાગૂ થશે યુદ્ધ વિરામ? ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન
18-04-2025 | 5:28 pm
યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમને સપ્તાહના અંતે યુક્રેનમાં સંભવિત યુદ્ધવિરામ અંગે રશિયાનો પ્રતિભાવ મળવાની અપેક્ષા છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો વચ્ચે ટેલિફોન પર વાતચીત થયાના થોડા કલાકો પછી આવ્યું છે.
-
ઝામ્બિયામાં એમ્પોક્સ વાયરસથી બીજું મોત, કુલ કેસ વધીને 49 થયા
18-04-2025 | 4:33 pm
2 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન દેશમાં 13 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 49 કેસ નોંધાયા છે અને આ કેસ દેશના 10 માંથી 6 રાજ્યોમાં જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં, 32 લોકોને સારવાર આપીને ઘરે મોકલવામાં આવ્યા છે, જ્યારે 15 લોકો હજુ પણ હોમ આઇસોલેશનમાં છે.
-
PM મોદી અને એલન મસ્ક વચ્ચે વાતચીત: સંબંધો મજબૂત કરવા થઈ ચર્ચા
18-04-2025 | 3:59 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે તેમણે ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક સાથે ફોન પર વાતચીત કરી છે. બંને નેતાઓએ ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં ભારત અને અમેરિકા વચ્ચે સહયોગ વધારવા પર ચર્ચા કરી.
-
-
પુણેમાં ભારત-ઉઝબેકિસ્તાન સંયુક્ત લશ્કરી કવાયત શરૂ
16-04-2025 | 6:05 pm
ભારત-ઉઝબેકિસ્તાન સંયુક્ત લશ્કરી કવાયત ડસ્ટલિકની છઠ્ઠી આવૃત્તિ બુધવારે પુણેના ઔંધ સ્થિત ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે શરૂ થઈ. આ કવાયત 16 થી 28 એપ્રિલ 2025 દરમિયાન યોજાઈ રહી છે.
-
અફઘાનિસ્તાનનાં હિન્દુકુશ ક્ષેત્રમાં 5.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ
16-04-2025 | 9:38 am
અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી. "બુધવારે સવારે સ્થાનિક સમય મુજબ 4:43 વાગ્યે અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 35.83 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 70.60 ડિગ્રી પૂર્વ રેખાંશ પર 75 કિલોમીટરની ઊંડાઈ પર હતું," NCSએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.
-
નાસિકમાં ધાર્મિક સ્થળ વિશે ફેલાયેલી અફવાઓ પછી થઈ અરાજકતા, પથ્થરમારામાં અનેક લોકો ઈજાગ્રસ્ત
16-04-2025 | 9:28 am
મંગળવારે રાત્રે નાસિકના કાઠે ગલી વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં વિજળી ગુલ થવાથી અંધારાનો લાભ લઈને ટોળાએ અચાનક પોલીસ અને નજીકમાં પાર્ક કરેલા વાહનો પર પથ્થરમારો શરૂ કરી દીધો. આ હિંસક ઘટનામાં 3થી 4 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. 5 વાહનોને પણ નુકસાન થયું.
-
દક્ષિણ કોરિયા અને વિયેતનામ USના ટેરિફ સામે સંયુક્ત રણનીતિ બનાવશે
16-04-2025 | 9:17 am
દક્ષિણ કોરિયા અને વિયેતનામ તાજેતરમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફની સંભવિત અસર અંગે સંયુક્ત રીતે નિર્ણય લેવા સંમત થયા છે. વિદેશ મંત્રી ચોએ તાઈ-યુલે હનોઈમાં વિયેતનામના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન બુઈ થાન સોન સાંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી.
-
લેબનોનના દક્ષિણ સરહદી ગામ પર ઈઝરાયલી ડ્રોનથી હુમલો
16-04-2025 | 8:45 am
લેબનોનના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સંચાલિત રાષ્ટ્રીય સમાચાર એજન્સી (NNA)અનુસાર, ઈઝરાયલી ડ્રોનથી દક્ષિણ લેબનોનના બિન્ટ જ્બેઈલ જિલ્લાના રામયેહ ગામ નજીક 3 હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. "ઈઝરાયલી માનવરહિત વિમાનોએ દક્ષિણ સરહદી ક્ષેત્રના મધ્ય સેક્ટરમાં સ્થિત રામયેહની બહાર વાડી અલ-મઝલામને નિશાન બનાવીને સતત ત્રણ હુમલા કર્યા હતા," NNA એ વધુ વિગતો આપ્યા વિના અહેવાલ આપ્યો.
-
-
ચીની કરન્સી RMBની આંતરરાષ્ટ્રીય માન્યતા વધી
14-04-2025 | 8:23 pm
RMB બોન્ડ માર્કેટમાં વિશ્વનું બીજું સૌથી મોટું માર્કેટ બની ગયું છે.
-
યુક્રેન પર રશિયાનો બેલિસ્ટિક મિસાઈલથી હુમલો, 32 લોકોએ ગુમાવ્યા જીવ
14-04-2025 | 11:03 am
યુક્રેનમાં છેલ્લા એક સપ્તાહમાં રશિયાએ બીજો વિનાશક હુમલો કર્યો છે...આ બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે..
-
PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ
14-04-2025 | 10:06 am
સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારતથી નાસી છૂટેલા અને PNB કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં કરાઈ ધરપકડ.. CBIની અપીલ પર બેલ્જિયમ પોલીસે કરી ધરપકડ...કૌભાંડીને ભારત લાવવાની તજવીજ શરૂ
-
અમેરિકી વિશેષ દૂત અને પુતિનની મુલાકાત, યુદ્ધવિરામ પર 'આગળ વધે' રશિયાઃ ટ્રમ્પ
12-04-2025 | 3:12 pm
અમેરિકી વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને વ્લાદિમીર પુતિનની મુલાકાત, યુદ્ધવિરામ પર 'આગળ વધે' રશિયાઃ ડોનાલ્ડ ટ્રમ્પ
-
ઈઝરાયલના તેલ અવીવ પર ડ્રોન હુમલો કર્યાનો હુથી બળવાખોરોનો દાવો
12-04-2025 | 9:24 am
યમનના હુથી જૂથે દાવો કર્યો છે કે તેમણે મધ્ય ઈઝરાયલના શહેર તેલ અવીવ પર ડ્રોન હુમલા કર્યા છે. "અમારા વાયુસેનાએ બે ડ્રોનનો ઉપયોગ કરીને તેલ અવીવમાં બે ઈઝરાયલી લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ હુમલાઓ પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં કરવામાં આવ્યા હતા.
news archive
01-05-2025
ગુરુવાર
30-04-2025
બુધવાર