Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયલ-ઈરાન સંઘર્ષ ત્રીજા દિવસે પણ યથાવત્: અનેક ઠેકાણે હુમલા અને જાનહાનિ

Live TV

X
  • ઈઝરાયલ-ઈરાન સંઘર્ષ ત્રીજા દિવસે પણ યથાવત્: અનેક ઠેકાણે હુમલા અને જાનહાનિ

    ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ત્રીજી રાત્રે પણ સામસામે હુમલાઓ ચાલુ રહ્યા હતા. ઈઝરાયલી સેનાએ દાવો કર્યો કે ઈરાકે ઘણી મિસાઈલો છોડી છે અને તેહરાનમાં ઘણા સૈન્ય થાણાને નિશાન બનાવવામાં આવ્યા છે. તેલ અવીવમાં પણ ઘણી મિસાઈલો જોવા મળી હતી અને એલર્ટ સાયરન વગાડવામાં આવ્યા હતા. ઈઝરાયલે પણ જમીનથી હવા વાર કરતા ઇન્ટરસેપ્ટ રોકેટ છોડ્યા હતા. ઈઝરાયલમાં થયેલા હુમલામાં ઉત્તરી ઈઝરાયલમાં ત્રણ મહિલાઓના મોત થયા છે અને દસ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

    બીજી તરફ, ઈરાને જણાવ્યું છે કે ઈઝરાયલ તરફથી ઈરાનના તેલ અવીવની હાઈફા તેલ રિફાઇનરી પર હુમલો કરવામાં આવ્યો હતો, જોકે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ઈરાનની અર્ધ-સરકારી એજન્સી તસનીમે એમ પણ જણાવ્યું કે ઈઝરાયલે તેહરાનમાં ઈરાનની સંરક્ષણ મંત્રાલયની ઈમારતને પણ નિશાન બનાવી, જેમાં સામાન્ય નુકસાન થયું છે.

    આ સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આગામી સમયમાં વધુ નુકસાનની ચેતવણી આપી હતી. પરિણામે, ઓમાનમાં થનારી ઈરાન-અમેરિકા પરમાણુ વાર્તા પણ રદ કરવામાં આવી છે. ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ રાપચીએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી આ બર્બર હુમલા ચાલુ રહેશે ત્યાં સુધી કોઈ મંત્રણા થશે નહીં.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply