આજે જૂનાગઢમાં મેગા ડિમોલિશન, 100થી વધુ ગેરકાયદે મકાનો તોડવાની કામગીરી
Live TV
-
જુનાગઢ મહાનગર પાલિકાએ ધારાગઢ દરવાજા વિસ્તારમાં મેગા ડિમોલીશન હાથ ધર્યું છે. 100થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. આ કાર્યવાહીને લઈ તંત્ર દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કામગીરી માટે 3 DYSP, 9 PI, 26 PSI સહિત 260થી વધુનો સ્ટાફ તૈનાત છે. આ સાથે 10 ગેસમેન, 10 દૂરબીન, 15 વોકીટોકી સાથે સ્ટાફ ખડે પગે છે.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને જેને લઇ પોલીસ દ્વારા ચાંપતી નજર રખાઇ છે. આ સાથે ડ્રોન દ્વારા ધારાગઢ દરવાજા વિસ્તારનું નિરીક્ષણ કરાયું હતું. આ તરફ વહીવટી તંત્ર અને પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
અમદાવાદના ચંડોળા તળાવમાં ગઈ કાલે 2000થી વધુ ગેરકાયદે મકાન તોડાયા હતા આજે પણ બાકી રહેલા ગેરકાયદે મકાનોને તોડવાની કામગીરી કરાઈ હતી જ્યારે અમદાવાદમાં ઐતિહાસિક કામગીરી પછી જૂનાગઢમાં પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.