નવા વર્ષની શરૂઆતે જીવામૃતનો અધૅ આપી ખેતીનો પ્રારંભ
Live TV
-
અખાત્રીજ નિમિત્તે ખેડૂતો પોતાના ખેતરમાં નવા વર્ષની ખેતીની શરૂઆત કરે છે . આ શરૂઆત અંતર્ગત ખેતીના સાધનોની પૂજા કરવામાં આવે છે . કહેવાય છે કે અખાત્રીજના દિવસે ખેતીના ઓજારોની પૂજા કરવાથી અને ખેતીની શરૂઆત કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન સારી ઉપજ મળે છે.
ખેડા જિલ્લાના પીપળાતા ખાતે આવેલા " સંજીવની પ્રાકૃતિક ખેતી ફાર્મ "માં દેશી ગાય આધારિત ખેતી થાય છે. અરુણકુમાર શાહ છેલ્લા 6 વર્ષથી આ ફાર્મ ચલાવે છે. દર વર્ષે અલગ અલગ ગાય આધારિત ખેતી કરી ડાંગર , ઘઉં, શાકભાજીનો પાક લે છે. પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત ખેતર ઉપર જ બનાવે છે.
આજે અખાત્રીજ હોવાથી સંત રામેશ્વર યોગ કેન્દ્રના સભ્યો ઉપસ્થિત રહી , ખેતીની શરૂઆત કરતા જીવામૃતનો અધૅ આપ્યો હતો. તેમજ યોગ અને પ્રાકૃતિક આહાર થકી , સ્વસ્થ સમાજના નિર્માણ તથા પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના ખેતીવાડી અધિકારી દીપકભાઈ રબારીએ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.
ઉપસ્થિત સંતરામ યોગ કેન્દ્રના સભ્યોને જીવામૃત , ઘન જીવામૃત , વરમી વોશ, દશ પણી , નાડેપ ઘાસ કચરો કમ્પોસ્ટની જિલ્લા ખેતીવાડી અધિકારી દીપકભાઈ રબારીએ સમજ આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત સાથે સમાજ જોડાઈ જાય. અને ઉત્પાદિત કરેલા ધાન્ય ખરીદે તો વધુ ખેડૂતો પ્રાકૃતિકૃષી તરફ પ્રેરાય. આ ઉપરાંત બહેનોને જણાવ્યું કે તમારા ટેરેસ પર પણ પ્રાકૃતિક શાકભાજી ઉગાડી શકાય છે.