આજે અખાત્રીજ, આજથી ખેડૂતોએ કર્યો ખેતીનો પ્રારંભ
Live TV
-
ખેડૂત જગત માટે આજનો સૌથી મોટો દિવસ છે. આજે અખાત્રીજના દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે. સાબરકાંઠાના હિંમતનગરના નિકોડા ગામે એક સાથે 100થી વધુ ખેડૂતોએ ખેતીનો પ્રારંભ કર્યો છે તેમજ સામૂહિક પૂજન થકી સમગ્ર વિસ્તારમાં કિસાન જગતની એકતા સહિત વેદની વાતને પ્રાધાન્ય અપાયું છે.
અક્ષય તૃતીયાના શુભ દિવસથી ખેતીની નવી સિઝનની શરૂઆત કરાતી હોય છે આજે સમગ્ર ગામના તમામ ટ્રેક્ટરો આજે વહેલી સવારે ભગવાન યોગશ્વરના ખેતરમાં પહોંચ્યા અને ભગવાનના ખેતરમાં ખેડીને નવા વાવેતરનો મંગલ પ્રારંભ કર્યો છે વર્ષોથી નિકોડા ગામમાં આ પરંપરા ચાલી આવે છે અને યોગેશ્વર ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા તમામ ખેડુતો અહીં આવી ખેતર ખેડી ભગવાન પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે.
સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત ભરમાં અખાત્રીજના દિવસે નવી ખેતીનો પ્રારંભ કરવામાં આવે છે તેમજ ખેડૂતોએ આજે સામૂહિક ખેડાણ કરી ખેતી નો પ્રારંભ કર્યો છે વર્ષો પહેલા ખેતરોમાં બળદની પૂજા થતી જોકે આજે બળદનું સ્થાન ટ્રેક્ટરે લીધુ હોવાથી ટ્રેક્ટરની પૂજા કરાય છે. ગામની મહિલાઓ પણ આજે ભગવાનના ખેતરમાં પહોંચી હતી અને બળદોની જગ્યાએ ટ્રેક્ટરની પૂજા કરી હતી.સાથે સાથે ધરતી માતા અને ખેતીના ઓજારોની પણ પૂજા કરીને ખેતીનું નવુ વર્ષ સુખદ રહે તેવી પ્રાર્થના કરી હતી...