અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલિશનને હાઇકોર્ટની લીલીઝંડી
Live TV
-
ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે બાંધકામો હટાવવાની કામગીરીને પગલે 50 બુલડોઝર, 40થી 50 ડમ્પર અને 2000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે બાંધકામો પર સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચંડોળા તળાવ ખાતે કરવામાં આવી રહેલા મેગા ડિમોલિશનને હાઇકોર્ટે લીલીઝંડી બતાવી છે. ગુજરાત હાઇકોર્ટે ઘૂસણખોરોની અરજી ફગાવી દીધી છે. ચંડોળા તળાવ ડિમોલિશન પર હાઇકોર્ટનો કોઈ સ્ટે નહીં. જેથી ડિમોલિશનની કામગીરી ચાલુ રહેશે. આ મેગા ડિમોલિશનની કાર્યવાહીમાં લલ્લા બિહારીનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું છે.
DGP વિકાસ સહાયે ચંડોળા ડિમોલિશનનું નિરીક્ષણ કર્યું
ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે, મંગળવારે સવારે શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક ચંડોળા તળાવ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર કામગીરીની માહિતી મેળવી હતી, ત્યારે હવે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ ચંડોળા તળાવ ખાતે પહોંચ્યા હતા. પોલીસ વડા વિકાસ સહાયે ચંડોળા તળાવ ખાતે પહોંચીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.