Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, તકેદારીના પગલા લેવા ખેડૂતોને માર્ગદર્શન

Live TV

X
  • ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, અગમચેતી એ જ સલામતિ, તકેદારીના પગલા લેવા ખેતીવાડી વિભાગ તરફથી ખેડૂતોને માર્ગદર્શન

    હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.05-05-2025થી તા.06-05-2025 દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે.

    કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખૂલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. આ સમયગાળા પૂરતો જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.

    APMC માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. APMC મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક, KVK અથવા કિસાન કોલસેન્ટર ટોલ ફ્રી નંબર – 18001801551નો સંપર્ક કરવો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
apply