પ્રધાનમંત્રીએ, ગુજરાતના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી.
એક્સપર અલગ અલગ પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "રાજ્ય સ્થાપના દિવસના ગૌરવપૂર્ણ પ્રસંગે, ગુજરાતના લોકોને મારી શુભકામનાઓ. રાજ્યએ તેની સંસ્કૃતિ, ઉદ્યોગસાહસિક ભાવના અને ગતિશીલતા માટે પોતાની ઓળખ બનાવી છે. ગુજરાતના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શતું રહે તેવી પ્રાર્થના."
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્થાપના દિવસ દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે, કારણ કે ગુજરાત રાજ્યની રચના 1 મે, 1960 ના રોજ થઈ હતી. આ દિવસ બોમ્બે પુનર્ગઠન અધિનિયમ હેઠળ આવ્યો હતો.જે હેઠળ બોમ્બે રાજ્યને બે અલગ રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજીત કરવામાં આવ્યું હતું.