અમદાવાદ ગ્લોબલ વોર્મીગ સામે લડનારા મુખ્ય શહેરોમાંનું એક : પ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાતના 121મા એપીસોડમાં એક પેડ માં કે નામ અભિયાનની પ્રસંશા કરી તેમનુ કહેવુ હતુ કે 140 કરોડ નાગરીકોની એક જુટતાથી દેશમાં 140 કરોડથી વધારે વૃક્ષ વાવવામાં આવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાતના 121મા એપીસોડમાં એક પેડ માં કે નામ અભિયાનની પ્રસંશા કરી તેમનુ કહેવુ હતુ કે 140 કરોડ નાગરીકોની એક જુટતાથી દેશમાં 140 કરોડથી વધારે વૃક્ષ વાવવામાં આવ્યા પ્રધાનમંત્રીએ દેશવાસીઓને સંબોધતાં કહ્યુ તે આપણા દેશની સૌથી મોટી તાકાત આપણા 140 કરોડ નાગરિકો છે, તેમનું સામર્થ્ય છે, તેમની ઈચ્છા શક્તિ છે અને જ્યારે કરોડો લોકો એક સાથે કોઈ અભિયાન સાથે જોડાઈ જાય છે, તો તેનો પ્રભાવ ઘણો વિશાળ હોય છે. તેનું એક ઉદાહરણ છે - એક પેડ માં કે નામ. આ અભિયાન એ માતાના નામ પર છે, જેણે આપણને જન્મ આપ્યો અને તે એ ધરતી મા માટે પણ છે જે આપણને પોતાના ખોળામાં ધારણ કરે છે.
પીએમ મોદીએ કહ્યુ કે પાંચમી જૂને, વિશ્વ પર્યાવરણ દિવસ પર આ અભિયાનનું એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. આ એક વર્ષમાં આ અભિયાન અંતર્ગત દેશભરમાં માતાના નામ પર 140 કરોડથી વધુ વૃક્ષ ઉગાડવામાં આવ્યા છે. ભારતની આ પહેલ જોઈને દેશની બહાર પણ લોકોએ પોતાની માતાના નામ પર વૃક્ષ વાવ્યા છે. આપ પણ આ અભિયાનનો ભાગ બનો, જેથી એક વર્ષ પૂરું થાય ત્યારે પોતાની આ સહભાગિતા પર આપ ગૌરવ લઈ શકો.
વધુમાં તેમણે ઉમેર્યુ કે વૃક્ષોથી આપણને શીતળતા મળે છે, વૃક્ષના છાંયડામાં ગરમીથી રાહત મળે છે, એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ વિતેલા દિવસોમાં મેં આને સંબંધિત બીજા એક સમાચાર જોયા જેણે મારું ધ્યાન ખેંચ્યું છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં છેલ્લા થોડાં વર્ષોમાં 70 લાખથી વધારે વૃક્ષ ઉગાડવામાં આવ્યા છે. આ વૃક્ષોએ અમદાવાદમાં ગ્રીન એરિયા ઘણો વધારી દીધો છે. તેની સાથોસાથ સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનવાથી અને કાંકરિયા તળાવ જેવા અમુક તળાવોના પુનઃનિર્માણથી અહીં જળાશયોની સંખ્યા પણ વધી ગઈ છે. હવે ન્યૂઝ રિપોર્ટસ કહે છે કે વિતેલા અમુક વર્ષોમાં અમદાવાદ ગ્લોબલ વોર્મિંગ સામે લડાઈ લડનારા મહત્વના શહેરોમાંનું એક થઈ ગયું છે. આ બદલાવનો, વાતાવરણમાં આવેલી શીતળતાનો અનુભવ ત્યાંના લોકો પણ કરી રહ્યા છે. અમદાવાદમાં વવાયેલા વૃક્ષ ત્યાં નવી ખુશાલી લાવવાનો કારણ બની રહે છે. આપ સૌને ફરી એક વાર મારો આગ્રહ છે કે ધરતીનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે, ક્લાયમેન્ટ ચેન્જના પડકારોનો સામનો કરવા માટે અને પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે વૃક્ષ જરૂર વાવો - એક પેડ માં કે નામ.