અંબાજી નજીક રાણપુર ખાતે કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, 10 ઇજાગ્રસ્ત
Live TV
-
કાર પલટી જતાં મુસાફરી કરી રહેલા 12થી 13 લોકો પૈકીના 10 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અંબાજી નજીક રાણપુર ખાતે ઇકો કાર પલટી ખાઇ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અંબાજીથી ખેરોજ તરફ જઈ રહી હતી. ગરમીના કારણે ઇકો કારનું ટાયર ફાટતાં કાર પલટી મારી ગઇ હોવાનું અનુમાન છે. કારમાં મુસાફરી કરી રહેલા 12થી 13 લોકો પૈકીના 10 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે પૈકી બેને પાલનપુર સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. રસ્તા પર જતા અન્ય કારચાલકોએ ઉભા રહીને ઇજાગ્રસ્ત પીડિતોને મદદ કરી હતી.
દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
આ કાર અંબાજીથી ખેરોજ તરફ જઈ રહી હતી. કારમાં સવાર તમામ બાબરી પ્રસંગે અંબાજી ગયા હતા અને અંબાજીથી પરત ફરતાં રાણપુર પાસે અકસ્માત નડ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને 108ની મદદથી અંબાજી જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તમામ ઘાયલો સાબરકાંઠાના ટેબડા ગામના હોવાનું જાણવા મળ્યું છે. હજુ સુધી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર બહાર આવ્યા નથી.