ગીર સોમનાથમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ, ખેડૂતોને યોગ્ય કિંમત મળતા ખુશીનો માહોલ
Live TV
-
ગુજરાતના ખેડૂતોને ચણાના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કર્યા છે. જેમાં કોડીનાર ખરીદ વેચાણ સંઘ દ્વારા આજ મંગળવારથી ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં 1130 રૂપિયા ચણાના ટેકાના ભાવ જાહેર કરાયા છે. ખુલ્લી બજારમાં રૂપિયા 1060 સુધી પ્રતિમણ ચણાનો ભાવ ચાલી રહ્યો છે. જેની સામે સરકાર દ્વારા 70 રૂપિયા વધુ ચુકવવામાં આવી રહ્યા છે. આજે મંગળવારે 20 ખેડૂતો ચણાના વહેંચાણ માટે આવ્યા હતા.
ખેડૂતોને બજાર કરતા ટેકાના ભાવ વધુ મળી છે, ત્યારે ખરીદ વેચાણ સંઘનાં પ્રમુખ દિલીપ મોરીએ જણાવ્યું હતું કે, 'કોડીનાર તાલુકામાં 1030 ચણા અને રાયડો 609 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 13307 ખેડૂતોએ ચણા માટે અને 3777 ખેડૂતોએ રાયડાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
કોડીનાર સાથે વેરાવળ, ઉના અને સુત્રાપાડામાં ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જ્યારે બારદાનના પ્રશ્નોને કારણે આ તાલુકાઓમાં રાયડાની ખરીદી શરૂ થઈ નથી, જે આગામી દિવસોમાં બારદાન આવ્યા બાદ શરૂ થશે. કોડીનાર સેન્ટરની ખરીદીની શરૂઆત નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીના હસ્તે તાલુકાના સહકારી આગેવાનો અને ભાજપનાં હોદેદારોની હાજરીમાં શરૂ કરાય હતી.
બીજી તરફ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના 5 કેન્દ્રોમાં 13000 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે રજી્ટ્રેશન કરાવ્યું છે, જે ગત વર્ષોની સરખામણીમાં બહુ જ ઓછું કહેવાય છે. કારણ કે જિલ્લામાં અંદાજે 50 હેકટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે અને રજીટ્રેશન માત્ર 4 હજાર ખેડૂતોએ કરાવ્યું છે. જોકે કોડીનાર ખાતે પણ ટેકાના ભાવે ચણા લઈ આવનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે સરકારે જાહેર કરેલા 1130 રૂપિયા ટેકાના ભાવની સામે ખુલ્લી બજારમાં 1050થી 1080 રૂપિયા સુધી ભાવ મળતા હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે. જેની સામે ટેકાના ભાવમાં ખેડૂતોને 70 રૂપિયાનો ફાયદો ચોક્કસ થતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.