એપલ બની વિશ્વની પ્રથમ ટ્રિલિયન ડોલરની કંપની
Live TV
-
આઈફોન બનાવનાર અમેરિકી કંપની એપલ વિશ્વની પ્રથમ એક ટ્રિલિયન ડોલરની કંપની બની ગઈ. એપ્રિલ-જૂન ત્રિમાસીકના પરિણામો આવ્યા બાદ કંપનીના શેર 2.8 ટકા વધીને 207.05 ડોલર પહોંચી ગયા.
આઈફોન બનાવનાર અમેરિકી કંપની એપલ વિશ્વની પ્રથમ એક ટ્રિલિયન ડોલર કંપની બની ગઈ. એપ્રિલ-જૂન ત્રિમાસીક ગાળાના પરિણામ આવ્યા બાદ કંપનીના શેર 2.8 ટકા વધીને 207.05 ડોલર પહોંચી ગયા. મંગળવારથી ગુરૂવાર સુધી કંપનીના શેરોમાં 9 ટકાનો વધારો જોવા મળ્યો.
એપલના સહ સંસ્થાપક સ્ટીવ જોબ્સે 1976માં એક ગેરેજથી તેની શરૂઆત કરી હતી. 2011માં તેમના નિધન બાદથી ટિમ કુક કંપનીના મુખિયા છે. કંપનીની સ્ટોક માર્ટેમાં વેલ્યૂ એક્સોન મોબિલ, પ્રોક્ટર એ્ડ ગૈંબલ અને એટીએન્ડટીના સંયુક્ત નાણા કરતા વધારે છે. બીજા નંબર પર એમેઝોન છે જેની માર્કેટ વેલ્યૂ 869 અબજ ડોલર છે.