ઓઈલ અને પાવર શેરોમાં ઘટાડાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી આજે નરમાઈ સાથે ખૂલ્યા
Live TV
-
ઓઈલ અને પાવર શેરોમાં ઘટાડાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી આજે નરમાઈ સાથે ખૂલ્યા હતાં. આઈટી અને હેલ્થકેર સેક્ટરમાં એક ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, પાવર, પીએસયુ બેન્ક અને રિયલ્ટી ક્ષેત્ર 0.7થી 1 ટકાની નરમાઈમાં દેખાયા હતાં.
સેન્સેક્સ ઈન્ટ્રા-ડેમાં 0.50 ટકાના ઘટાડા સાથે 71, 249.40 પર ક્વોટ થયો હતો, જ્યારે નિફ્ટી 0.56 ટકાની નરમાઈ સાથે 21,661.45 પર ક્વોટ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ચીન, હોંગકોંગ, જાપાન, સાઉથ કોરિયા, સિંગાપોર, તાઈવાન, વિયેતનામ અને મેલેશિયા ખાતે તહેવારને કારણે શેરબજારો બંધ રહ્યા હતાં. જ્યારે લુનાર ન્યુયરની રજાઓને કારણે મેઈનલેન્ડ ચાઈના ખાતે નાણાંકીય બજારો બંધ રહ્યા હતાં, જે 19 ફેબ્રુઆરીએ ફરી શરૂ થશે. બીજી તરફ યુરોપિયન બજાર છેલ્લા સત્ર દરમિયાન સતત દબાણ હેઠળ રહ્યું હતું. એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે.