ઓટો શેયર્સમાં ઉછાળાને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
Live TV
-
30 શેરોનો ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ 0.30 ટકાના વધારા સાથે 80,100ને પાર
મંગળવારે ઓટો શેરોમાં આવેલા ઉછાળાને પગલે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તેજી જોવા મળી રહી છે. 30 શેરોનો ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ 0.30 ટકાના વધારા સાથે 80,197 પર ક્વોટ થયો હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 0.23 ટકા વધીને 23,376.70 પર ક્વોટ થયો હતો. ઉલ્લેખીય છે કે, પરિણામ પૂર્વે આઈટી ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળી હતી. જ્યારે ઓટો ઈન્ડેક્સ સૌથી મોખરે રહ્યો હતો. બીએસઈ ઓટો ઈન્ડેક્સ 1.21 ટકાના ઉછાળા સાથે 58,152.69 બોલાતો હતો. સેન્સેક્સના પેકમાં મારૂતિ, આઈટીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વૃદ્ધિ થઈ હતી, જ્યારે ટેક મહિન્દ્રા સહિતના આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.