નાણાંકીય વર્ષ 2018-19ની શરુઆત થતા દેશભરમાં ઈ-વે બિલ લાગુ
Live TV
-
નાણાકીય વર્ષ 2018-19ની શરુઆતની સાથે જ રાજ્યો વચ્ચે ઈ-વે બિલ વ્યવસ્થા આજથી લાગુ થશે. દેશભરમાં આજથી રાજ્યો વચ્ચે 50 હજારથી વધુની કિંમતના માલની અવર જવર માટે ઈ-વે બિલ બતાવવું ફરજિયાત થશે.
નાણાકીય વર્ષ 2018-19ની શરુઆતની સાથે જ રાજ્યો વચ્ચે ઈ-વે બિલ વ્યવસ્થા આજથી લાગુ થશે. દેશભરમાં આજથી રાજ્યો વચ્ચે 50 હજારથી વધુની કિંમતના માલની અવર જવર માટે ઈ-વે બિલ બતાવવું ફરજિયાત થશે.
દેશભરમાં આજથી રાજ્યો વચ્ચે 50 હજારથી વધુની કિંમતની વાહનોમાં થતી અવર જવર માટે આજથી ઈ-વે બિલ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. GST અંતર્ગત હવે માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની પદ્ધતિને વધુ સરળ બનાવવા માટે ઈ-વે બિલ લાગુ કરવામાં આવ્યું છે.
જાણવા મળી રહ્યું છે કે, આ બિલથી કરચોરી બંધ થશે અને માલનું આદાનપ્રદાન પણ સરળતાથી થઈ શકશે. ઈ-વે બિલ હેઠળ સામાનના પરિવહન માટે 15 દિવસનો સમય આપવામાં આવશે. નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે, 'ઈ-વે બિલની વેલિડિટી તે જ દિવસથી ગણવામાં આવશે જ્યારે જીએસટી ફાર્મ ઈ-વે બિલ-01ના ભાગ - બી માં ટ્રાન્સપોર્ટર પહેલીવાર વિગત ભરશે.'