નાણામંત્રીએ સાતમી ભારત-યુએસ આર્થિક-નાણાકીય ભાગીદારીની બેઠકમાં ભાગ લીધો
Live TV
-
નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને યુએસના નાણામંત્રી સ્ટીવન મેનુચિને યુએસ-ચીન વેપાર કરાર અને ઈરાન પરના પ્રતિબંધો સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારામને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે બેઠકમાં વ્યાપક ચર્ચા થઈ. નાણાં પ્રધાને કહ્યું કે નાણાકીય અને આર્થિક ભાગીદારી બંને દેશો વચ્ચેની આર્થિક ભાગીદારીને વધુ ગહન કરવાની છે.નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઈરાનના ચાબહાર બંદરથી માર્ગ દ્વારા અફઘાનિસ્તાનને કનેક્ટિવિટી આપવા પર ભાર મૂક્યો હતો.આ પ્રસંગે, યુએસના નાણામંત્રી સ્ટીવન મેનુચિને કહ્યું હતું કે, યુ.એસ. સાથીઓની સાથે મળીને કામ કરી રહ્યું છે, જેથી સુનિશ્ચિત થાય કે ત્યાં તેલનો પુરતો પુરવઠો છે અને ઇરાન પરના પ્રતિબંધથી અન્ય દેશોને અસર ન પડે.