Skip to main content
Settings Settings for Dark

નાણામંત્રી નિર્મલા સીતારમણે, લોકસભામાં આર્થિક સર્વેક્ષણ 2024-25 રજૂ કર્યું

Live TV

X
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને, શુક્રવારે બજેટ સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભામાં આર્થિક સર્વેક્ષણ 2024-25 રજૂ કર્યું. રાષ્ટ્રપતિના સંસદમાં સંયુક્ત સંબોધન પછી, લોકસભા 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

    શનિવારે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ માટે કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ થાય તે પહેલાં, કેન્દ્રીય નાણાં પ્રધાને સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વે 2024-25 રજૂ કર્યો. તે ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્રના પ્રદર્શનનું સત્તાવાર મૂલ્યાંકન રજૂ કરે છે. આર્થિક સર્વેક્ષણ 2024-25માં નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતનો કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્ધિ દર 6.3 થી 6.8 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 11 ટકા વધીને 10.62 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે.

    આર્થિક સર્વેક્ષણ ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્રના પ્રદર્શનનું મૂલ્યાંકન કરે છે અને દેશ સામેના પડકારોની રૂપરેખા પણ આપે છે. આર્થિક સર્વેક્ષણ એ વાર્ષિક દસ્તાવેજ છે, જે સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ પહેલાં અર્થતંત્રની સ્થિતિની સમીક્ષા કરવા માટે બહાર પાડવામાં આવે છે. તે સુધારા અને વિકાસ માટે એક બ્લુપ્રિન્ટ પણ પ્રદાન કરે છે. આ સર્વે મુખ્ય આર્થિક સલાહકાર (સીઈએ) વી અનંત નાગેશ્વરનના નેતૃત્વ હેઠળના આર્થિક બાબતોના વિભાગના આર્થિક વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. પ્રથમ આર્થિક સર્વે 1950-51 માં રજૂ કરવામાં આવ્યો હતો. તે સમયે તે બજેટ દસ્તાવેજનો એક ભાગ હતો, જેને 1960 ના દાયકામાં કેન્દ્રીય બજેટથી અલગ કરવામાં આવ્યો હતો અને બજેટના એક દિવસ પહેલા રજૂ થવાનું શરૂ થયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply