Skip to main content
Settings Settings for Dark

પાવર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના આધાર પર માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 3 ટકાનો વધારો

Live TV

X
  • હાઇવે, રેલવે અને બંદરગાહોમાં લાગુ કરવામાં આવી રહેલી મોટા સરકારી યોજનાઓથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 8.8 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે.

    વીજ ઉત્પાદનમાં તીવ્ર વધારાને કારણે માર્ચ 2025માં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ત્રણ ટકાનો વધારો નોંધાયો હતો. આ માહિતી આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સોમવારે જાહેર કરાયેલા આંકડામાં આપી છે. 

    માર્ચમાં વીજળી ઉત્પાદનમાં 6.3 ટકાનો વધારો નોંધાયો

    મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચમાં વીજ ઉત્પાદનમાં 6.3 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ખાણકામ ક્ષેત્રના ઉત્પાદનમાં 0.4 ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં 77 ટકાથી વધુ હિસ્સો ધરાવતા ઉત્પાદન ક્ષેત્રે ત્રણ ટકાનો વધારો થયો હતો.

    માર્ચમાં ઉત્પાદન ક્ષેત્રના 23માંથી 13 ઔદ્યોગિક જૂથોએ વૃદ્ધિ નોંધાવી

    માર્ચ મહિનામાં ઉત્પાદન ક્ષેત્રના 23 ઔદ્યોગિક જૂથોમાંથી 13માં વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે અન્યમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ ક્ષેત્રના વિકાસમાં સૌથી વધુ ફાળો આપનારા ત્રણ ક્ષેત્રોમાં બેઝિક ધાતુઓનું ઉત્પાદન (6.9 ટકા), મોટર વાહનો-ટ્રેઇલર્સ અને સેમી-ટ્રેઇલર્સનું ઉત્પાદન (10.3 ટકા) અને ઇલેક્ટ્રિક ઉપકરણોનું ઉત્પાદન (15.7 ટકા)નો સમાવેશ થાય છે.

    ફેક્ટરીઓમાં વપરાતા કેપિટલ ગુડ્સના ઉત્પાદનમાં 2.4 ટકાનો વધારો 

    આ ઉપરાંત, માર્ચમાં ફેક્ટરીઓમાં વપરાતા કેપિટલ ગુડ્સના ઉત્પાદનમાં 2.4 ટકાનો વધારો થયો છે. આ સેગમેન્ટમાં વૃદ્ધિ દર્શાવે છે કે અર્થતંત્રમાં રોકાણ વધી રહ્યું છે. જેની સીધી અસર રોજગાર અને આવક પર પડે છે.  ઇલેક્ટ્રોનિક્સ સામાન, રેફ્રિજરેટર અને ટીવી જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ઉત્પાદનમાં 6.6 ટકાનો વધારો થયો છે. આ દર્શાવે છે કે, લોકોની આવક વધી રહી છે અને ગ્રાહક ઉત્પાદનોની માંગ ઊંચી રહે છે.

    હાઇવે, રેલવે અને બંદરગાહોમાં લાગુ કરવામાં આવી રહેલી મોટા સરકારી યોજનાઓને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 8.8 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિ થવી અર્થતંત્ર માટે વધુ સારું માનવામાં આવે છે, કારણ કે તે દેશની યુનિવર્સિટીઓ અને એન્જિનિયરિંગ સંસ્થાઓમાંથી બહાર આવતા યુવા સ્નાતકોને ગુણવત્તાયુક્ત નોકરીઓ પૂરી પાડે છે.  સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઉપયોગ-આધારિત વર્ગીકરણના આધાર પર માર્ચ મહિનામાં IIP વૃદ્ધિમાં ટોચના ત્રણ સકારાત્મક ફાળો આપનારા પરિબળોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાથમિક વસ્તુઓ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
apply