પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર, ક્રૂડ ઓઈલ લગભગ 84 ડોલર પ્રતિ બેરલ
Live TV
-
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 84 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત 79 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ, બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72, ડીઝલ રૂ. 89.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31, ડીઝલ રૂ. 94.27, કોલકતામાં રૂ. 106.03, ડીઝલ રૂ. 92.76, ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના ત્રીજા દિવસે શરૂઆતના કારોબારમાં, બ્રાન્ડેડ ક્રૂડ 0.30 ડોલર એટલેકે 0.36 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 83.35 ડોલર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.29 ડોલર એટલેકે 0.37 ટકા ઘટીને બેરલ દીઠ 78.58 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.