Skip to main content
Settings Settings for Dark

પ્રથમ દિવસે બજાર થોડા ઘટાડા સાથે બંધ થયું,સોના-ચાંદીમાં તેજી

Live TV

X
  • સપ્તાહના પ્રથમ દિવસે બજાર થોડા ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સ 112.16 પોઈન્ટ ઘટીને 73,085.94 પર બંધ થયો. નિફ્ટી 5.40 પોઈન્ટ ઘટીને 22,119.30 પર રેડ ઝોનમાં બધ થયો. આજે મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં સારી રિકવરી જોવા મળી હતી. વિવિધ શેરો પર નજર કરીએ તો રિયલ્ટી, મેટલ, PSE શેરોમાં ખરીદી જોવા મળી હતી જ્યારે IT, ફાર્મા, FMCG, ઓટો સૂચકાંકો વધારા સાથે બંધ થયા હતા.શેર બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ FII નું સતત વેચાણ માનવામાં આવે છે. આ ઉપરાંત અન્ય કારણ ટ્રમ્પની ટેરિફ નીતિ પણ ગણાવી શકાય છે.4 માર્ચથી કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવા જઈ રહ્યા છે. મેક્સિકોથી આવતા તમામ માલ પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. તે જ સમયે કેનેડાથી આવતા મોટાભાગના માલ પર 25 ટકા ટેરિફ વસૂલવામાં આવશે.તો ચીન પર વધારાનો 10 ટકા ટેક્સ લાદવાની પણ જાહેરાત કરી છે. સોના અને ચાંદીની વાત કરીએ તો આજે તેમાં વધારો જોવા મળી રહ્યો છે.  સોનું 680 ના વધારા સાથે 84,925 પર કારોબાર કરી રહ્યું છે.. જ્યારે ચાંદી 1133 ના વધારા સાથે 94,020 પર ચાલી રહી છે.. 

    વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણ

    શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સતત વેચાણ છે. તેમની 'ચીનમાં ખરીદી, ભારતમાં વેચાણ' વ્યૂહરચનાએ ભારતીય રોકાણકારોનું મનોબળ નબળું પાડ્યું છે. એક્સચેન્જ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, શુક્રવાર, 28 ફેબ્રુઆરીના રોજ, વિદેશી રોકાણકારોએ 11,639.02 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. 2025 માં અત્યાર સુધીમાં, તેઓએ લગભગ 1.4 લાખ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply