બેન્કો સાથે છેતરપિંડી કરનારાઓ વિરુદ્ધ CBIની આકરી કાર્યવાહી
Live TV
-
દેશભરમાં 18 શહેરોમાં 50થી વધુ જગ્યાઓ પર CBIના દરોડા, લગભગ 1100 કરોડ રૂપિયાના કૌભાંડમાં 14 કેસ દાખલ
CBIએ મંગળવારે દેશભરમાં બેન્ક સાથે છેતરપિંડી કરનારાઓ વિરુદ્ધ વિશેષ અભિયાન શરૂ કર્યુ છે..જે હેઠળ 640 કરોડ રૂપિયાના ઘોટાળાના સંબંધમાં 14 અલગ અલગ કેસ દાખલ કરવામાં આવ્યા છે..કેન્દ્રીય તપાસ એજન્સીએ 18 શહેરોમાં 50 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે..જે શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે, તેમાં દિલ્હી, મુંબઈ, લુધિયાના, થાણે, વલસાડ, પુણે, પલાની, ગયા, ગુરુગ્રામ, ચંડીગઢ, ભોપાલ, સુરત અને કોલાર સામેલ છે. CBIના અધિકારીઓએ જણાવ્યું કે ભાગેડું હીરા વેપારી જતિન મહેતા અને તાયલ સમૂહના એસ્કે નિટ સાથે જોડાયેલી વિનસમ ગ્રુપ, દિલ્હીની નફ્તોગાજ અને એસએલ કંઝ્યૂમર પ્રોડ્ક્ટ્સ લિમિટેડ અને પંજાબની ઈન્ટરનેશનલ મેગા ફૂડ પાર્ક લિમિટેડ અને સુપ્રીમ ટેક્સ માર્ટ જેવી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે..