ભારતીય શેરબજારમાં આજે નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યો, પરંતુ સેન્સેક્સમાં નરમાઈ જોવા મળી
Live TV
-
નિફ્ટી 21 પોઈન્ટના વધારા સાથે 22,114 પર ખુલ્યો, સેન્સેક્સ 167 પોઈન્ટના ઘટાડા સાથે 72,664 પર ખુલ્યો
ભારતીય શેરબજારમાં આજે નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યો, પરંતુ સેન્સેક્સમાં નરમાઈ જોવા મળી હતી. તેમજ ગિફ્ટ નિફ્ટી 21 પોઈન્ટના વધારા સાથે 22,114 પર ખુલ્યો હતો. જ્યારે સેન્સેક્સ 167 પોઈન્ટના ઘટાડા સાથે 72,664 પર ખુલ્યો હતો. તેમજ નિફ્ટી 50માં પણ વેચવાલીનો માહોલો જોવા મળ્યો હતો અને 51.30 પોઈન્ટના ઘટાડા સાથે 22,045 પર ખુલ્યો હતો. આજે સવારે ટોપ ગેનર્સ રહેલા શેર્સની વાત કરીએ તો, HDFC લાઈફ, HCL ટેક, ટાટા મોટર, આઈસર મોટર, અદાણી પોર્ટમાં 2થી 3 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
આજે પાવર ગ્રીડ, બ્રિટાનિયા, ONGC, NTPC, ડોક્ટર રેડ્ડી શેરમાં 0થી 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વાત ગ્લોબલ માર્કેટની કરીએ તો, અમેરિકન માર્કેટમાં લાલ નિશાન જોવા મળ્યું હતું. તેમજ ઈરોપિયન માર્કેટમાં FTSE અને CAC લાલ નિશાન પર વેપાર કરતા જોવા મળ્યા હતા. જ્યારે DAX 55.37 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર કરતો જોવા મળ્યો હતો. એશિયન માર્કેટમાં માર્કેટ સામાન્ય જોવા મળ્યું હતું. ક્રુડના ભાવમાં 0.06 પૈસાનો વધારો થઈ પ્રતિબેરલ ક્રૂડ ઓઈલનો ભાવ 86.81 ડૉલર જોવા મળ્યો હતો.