રાજકોટના ખેડૂતની કમાલ, અખાતી દેશોમાં થતા ખારેકની ઓર્ગેનિક ખેતી કરી બતાવી
Live TV
-
25 વીઘા ખેતરમાં ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકનું કરી રહ્યા છે મબલખ ઉત્પાદન
રાજકોટ જિલ્લાના જામ કંડોરણા ગામના MBBS ડોક્ટર હરદાસ ભાઈ સાવલિયાએ અખાતી દેશોમાં થતી ખારેકની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી ખારેકનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. રાસાયણિક ખાતર ના વધતા જતા ઉપયોગને તિલાંજલિ આપી ,હરદાસભાઇ સાવલીયાએ ,એમના 25 વીઘા ના ખેતરમાં ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી કરી અને કૃષિ ક્ષેત્રે આગવું ઉદાહરણ રજૂ કર્યું છે. તથા અખાતી દેશમાં થતી ગુણવત્તા સભર ખારેકનું ઉત્પાદન નાના એવા બોરિયા ગામમાં કર્યું છે.