વર્ષ 2024-25 માટે નવી કર વ્યવસ્થામાં 5.27 કરોડ આવકવેરા રિટર્ન કરાયા દાખલ
Live TV
-
31 જુલાઈ, 2024ના રોજ એક જ દિવસે 69.92 લાખથી વધુ ઈન્કમટેક્ષ રીટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા.31.07.2024 સુધીમાં આવકવેરા રિટર્ન પ્રથમ વખત ફાઇલ કરનારા 58.57 લાખ કરદાતા
કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સે સમયસર નિયમિતતા જાળવતાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં ઉછાળો આવ્યો છે. જેના પરિણામે 31 જુલાઈ 2024 સુધી ફાઇલ કરવામાં આવેલા આવકવેરા રિટર્નનો નવો વિક્રમ સ્થપાયો છે.નાણાકીય વર્ષ 2024-25 માટે 31 જુલાઈ, 2024 સુધીમાં દાખલ કરવામાં આવેલા આવકવેરા રિટર્નની કુલ સંખ્યા 7.28 કરોડથી વધુ છે, જે 31 જુલાઈ, 2023 સુધી ફાઇલ કરવામાં આવેલા આકારણી વર્ષ 2023-24 (6.77 કરોડ) માટેના કુલ આવકવેરા રિટર્ન કરતા 7.5 ટકા વધુ છે.
કરદાતાઓની વધતી જતી સંખ્યાએ આ વર્ષે નવા કર વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કર્યો છે. નાણાકીય વર્ષ 2024-25 માટે દાખલ કરવામાં આવેલા કુલ 7.28 કરોડ આવકવેરા રિટર્નમાંથી 5.27 કરોડ નવી કર વ્યવસ્થામાં ફાઇલ કરવામાં આવ્યા છે, જ્યારે ઓલ્ડ ટેક્સ રિજિમમાં 2.01 કરોડ આવકવેરા રિટર્ન દાખલ કરવામાં આવ્યા હતા. આમ, લગભગ 72 ટકા કરદાતાઓએ ન્યૂ ટેક્સ રિજિમનો વિકલ્પ પસંદ કર્યો છે, જ્યારે 28 ટકા કરદાતાઓ જૂની કર વ્યવસ્થામાં છે.
પગારદાર કરદાતાઓ અને અન્ય નોન-ટેક્સ ઓડિટ કેસો માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા 31 જુલાઈ, 2024 હતી, જેમાં એક જ દિવસે એટલે કે 31 જુલાઈ, 2024 ના રોજ 69.92 લાખથી વધુ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા. ઇ-ફાઇલિંગ પોર્ટલે 31.07.2024 ના રોજ સાંજે 07:00 થી 08:00 દરમિયાન આવકવેરા રિટર્ન ફાઇલિંગના 5.07 લાખનો સૌથી પ્રતિ કલાક દર પણ નાંધાયો હતો. આવકવેરા રિટર્ન ફાઇલિંગનો સૌથી ઊંચો પ્રતિ સેકન્ડ રેટ 917 (17.07.2024, 08:13:54 am) હતો અને આવકવેરા રિટર્ન ફાઇલિંગનો સૌથી ઊંચો પ્રતિ મિનિટ રેટ 9,367 (31.07.2024, 08:08 pm) હતો.
આવકવેરા વિભાગને પ્રથમ વખત ફાઇલ કરનારાઓ પાસેથી 31.07.2024 સુધીમાં 58.57 લાખ આવકવેરા રિટર્ન પણ મળ્યા હતા, જે કરવેરાનો આધાર વધારવાનો માટેનો યોગ્ય સંકેત છે.
કરદાતાઓને તેમના આઇટીઆર વહેલી તકે ફાઇલ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સોશિયલ મીડિયા પર કેન્દ્રિત આઉટરીચ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ અલગ અલગ પ્લેટફોર્મ પર પણ અનોખી રચનાત્મક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ડિજિટલ પ્લેટફોર્મ પર અંગ્રેજી અને હિન્દી સિવાય 12 વર્નાક્યુલર ભાષાઓમાં માહિતીપ્રદ વિડિઓઝ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આઉટડોર ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી. આવા નક્કર પ્રયત્નોથી ફાઇલિંગ્સની સંખ્યામાં વધારો થતાં ફળદાયી પરિણામો મળ્યાં. છેલ્લાં થોડાં વર્ષોમાં આઇટીઆર ફાઇલિંગનો નીચેનો ડેટા આ બાબતને સમર્થન આપે છેઃ
AY
નિયત તારીખ
ફાઇલ થયેલ રિટર્નની સંખ્યા
2020-21
10/01/2021
5,78,45,678
2021-22
31/12/2021
5,77,39,682
2022-23
31/07/2022
5,82,88,692
2023-24
31/07/2023
6,77,42,303
2024-25
31/07/2024
7,28,80,318