શૅરબજારમાં જોવા મળી તેજી
Live TV
-
સેન્સેક્સ ફરી એક વાર 40,000ની સપાટીને સ્પર્શી ગયો હતો. જેની પાછળનાં પરિબળોમાં વૈશ્વિક સકારાત્મક પરિબળો ,કારણભૂત મનાય છે
ભારતીય શૅરબજારમાં, વિક્રમ સંવતના નવા વર્ષના સારા પ્રારંભ બાદ, આજે પણ તેજીની ગતિ ચાલુ રહી હતી અને સેન્સેક્સ ફરી એક વાર 40,000ની સપાટીને સ્પર્શી ગયો હતો. આની પાછળનાં પરિબળોમાં વૈશ્વિક સકારાત્મક પરિબળો ,કારણભૂત મનાય છે. ભારતી ઇન્ફ્રાટેલ, ઝી એન્ટરટેઇનમેન્ટ, ઇન્ડિયન ઑઇલ, ઇન્ફૉસિસ, ભારતી ઍરટેલ અને આઈટીસીમાં લેવાલી જોવા મળી હતી. મધ્યમ અને નાના ક્ષેત્રના ,શૅરોમાં પણ ,લેવાલી જોવા મળી હતી. આજે ,છેલ્લા કલાકમાં વેચવાલી જોવા મળતાં સેન્સેક્સની તેજીને લગામ લાગી હતી. સેન્સેક્સમાં ,220 પૉઇન્ટના વધારા સાથે ,તે 40,051ની સપાટીએ બંધ થયો હતો. સેન્સેક્સ આ પહેલાં જુલાઈ, જૂન અને મેમાં, 40,000ની સપાટીએ સ્પર્શ્યો હતો. તો NSEનો નિફટી 57 અંકના વધારા સાથે 11 હજાર 844 પર બંધ રહ્યો હતો