Skip to main content
Settings Settings for Dark

શેરબજારની શરૂઆત લાલ નિશાન સાથે થઈ, સેન્સેક્સમાં 292 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

Live TV

X
  • મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5 ટકાનો વધારો જોવા મળ્યો

    આજરોજ અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે શેરબજાર ફરી એકવાર લાલ નિશાન પર ખુલ્યું છે. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 292.56 પોઈન્ટ ઘટીને 75,646.62 પોઈન્ટ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. તે જ સમયે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 53.15 પોઈન્ટ ટકાના ઘટાડા સાથે 22,879.75 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

    ITC નો શેર સૌથી વધુ 1.54 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો

    સેન્સેક્સના 30 શેરમાંથી 21 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે 9 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. એ જ રીતે નિફ્ટીના 50 શેરમાંથી 29 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે 21 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ કંપનીઓમાં અદાણી પોર્ટ્સનો શેર સૌથી વધુ 0.39 ટકાના વધારા સાથે અને ITC નો શેર સૌથી વધુ 1.54 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

    મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5 ટકાનો વધારો જોવા મળ્યો

    આ ઉપરાંત BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. બેંક શેરમાં 0.5 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે મેટલ, મીડિયા, પીએસયુ બેંક, ઓઇલ અને ગેસ શેરમાં 0.5 ટકાનો વધારો થયો હતો. નિફ્ટીમાં હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ફાઇનાન્સ, NTPC, સિપ્લા, ઇન્ફોસિસના શેર નફામાં છે, જ્યારે મારુતિ સુઝુકી, HDFC બેંક, HUL, કોટક મહિન્દ્રા બેંક, ITC ના શેરમાં ઘટાડા જોવા મળી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply