સપ્તાહના પહેલા દિવસે બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ
Live TV
-
આજે શેરબજારની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ છે. નિફ્ટી 22,000ની નીચે ખુલ્યો છે અને સેન્સેક્સ 72600ના સ્તરથી નીચે આવી ગયો હતો. જોકે, બજાર ખૂલ્યા બાદ થોડા જ સમયમાં સેન્સેક્સ-નિફ્ટી ફરી ઉછાળા પર આવી ગયા છે. સપ્તાહના પ્રથમ દિવસે BSE સેન્સેક્સ 56.13 પોઈન્ટના ઘટાડા સાથે 72,587 પર ખુલ્યો હતો અને NSEનો નિફ્ટી 33.25 પોઈન્ટ ના ઘટાડા સાથે 21,990 પર ખુલ્યો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 14માં ઉછાળા સાથે અને 16માં ઘટાડો જોવા મળી રહ્યો છે. M&Mમાં સૌથી વધુ 3.04 ટકાનો વધારો જોવા મળ્યો છે અને ટાટા સ્ટીલ 1.66 ટકાના વધારા સાથે બીજા સ્થાને છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એનટીપીસી, એક્સિસ બેન્ક અને એચસીએલ ટેકનોલોજીના શેરોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, ગ્રાસીમ, પાવરગ્રીડ અને એશિયન પેઇન્ટના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો.