સેન્સેક્સ 0.21 ટકાના વધારા સાથે 80,815ના સ્તર પર પહોંચ્યો
Live TV
-
જૂન ત્રિમાસિકગાળાના પરિણામની સીઝન અને સકારાત્મક કેન્દ્રીય અંદાજપત્રની અપેક્ષાની વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં વૃદ્ધિ
જૂન ત્રિમાસિકગાળાના પરિણામની સીઝન અને સકારાત્મક કેન્દ્રીય અંદાજપત્રની અપેક્ષાની વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી વૃદ્ધિ સાથે ખૂલ્યા હતા. 30 શેરોનો BSE સેન્સેક્સ 0.21 ટકાના વધારા સાથે 80,815ના સ્તર પર બોલાતો હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 0.21 ટકા વધીને 24,638 પર ક્વોટ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ ત્રિમાસિકગાળામાં કંપનીઓની કમાણી અને કેન્દ્રીય અંદાજપત્ર આગામી સમયમાં બજારના મુખ્ય પરિબળો રહેશે, જે બજારની દિશા નક્કી કરી શકે છે.
સેન્સેક્સના શેરોમાં ભારતી એરેટલ, ઈન્ફોસિસ અને ટાટા સ્ટીલમાં તેજી જોવા મળી હતી. જ્યારે કોટક મહિન્દ્રા બેન્ક, નેસ્લે ઈન્ડિયા રેડ ઝોનમાં જોવા મળ્યા હતાં. ઓટોમોબાઈલ ક્ષેત્રની અગ્રણી કંપની બજાજ ઓટોના પ્રથમ ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર થવાના છે, જેના પર રોકાણકારો નજર રહેશે.