સેન્સેક્સ 1310 અને નિફ્ટી 429 પોઇન્ટ ઉછળ્યા: ભારતીય બજારમાં તેજીનો ઝોક
Live TV
-
અમેરિકાએ ટેરિફનીતિમાં આપેલી રાહતની અસર ગ્લોબલ માર્કેટ સહિત ભારતીય શેરમાર્કેટ પર જોવા મળી.
શેરબજારના બંને સૂચકાંકોમાં આજે બમ્પર તેજી નોંધાઇ. મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 1 હજાર 310 આંક ઉછળતા 75 હજાર 150 આંક પર બંધ રહ્યો. જ્યારે નેશનલ શેરબજારનો સૂચકાંક નિફ્ટી 429 આંકના વધારા સાથે 22 હજાર 828 આંક પર બંધ રહ્યો..સેન્સેક્સના 30માંથી 28 શેરોમાં તો નિફ્ટીના 50 શેરોમાંથી 46 શેરોમાં તેજી જોવા મળી. . સૌથી વધુ લેવાલી મેટલ અને એનર્જીના શેરોમાં રહી.. આ તરફ કિંમતી- ધાતુઓના ભાવમાં પણ આગેકૂચ રહી. MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામએ 1 હજાર 632 રૂપિયાના વધારા સાથે 93 હજાર 665 રૂપિયા બોલાઇ રહ્યો છે. તો ચાંદીનો ભાવ કિલોદીઠ 1 હજાર 280 રૂપિયાના વધારા સાથે 92 હજાર 875 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે....આ તરફ ડૉલર સામે રૂપિયો 65 પૈસા મજબૂત થઇને 86.04ના સ્તરે બંધ રહ્યો..